News Portal...

Breaking News :

અકોટા વિસ્તારના રહેવાસીઓએ રેસકોર્સ વિધુત ભવન ખાતે કર્યો વિરોધ

2025-09-17 14:07:59
અકોટા વિસ્તારના રહેવાસીઓએ રેસકોર્સ વિધુત ભવન ખાતે કર્યો વિરોધ


વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ તેજ
અકોટાની મહાત્મા ગાંધી હાઈટ્સમાં રહેવાસીઓનો સ્માર્ટ મીટર વિરોધ



શહેરમાં ફરી સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં અસંતોષનો માહોલ
વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની પ્રક્રિયા ફરીથી વિવાદનું કારણ બની રહી છે. અકોટા વિસ્તારની મહાત્મા ગાંધી હાઈટ્સ સોસાયટીમાં 155 જેટલા પરિવારો વસે છે, જેમાંથી અડધાથી ઓછા ઘરોમાં છ મહિના પહેલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. પરંતુ નવા મીટર લાગ્યા બાદથી રહેવાસીઓને સતત તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલાં કોમ્પ્યુટરાઈઝ્ડ મીટરથી દર બે મહિને બિલ આવતું હતું, પરંતુ હવે સ્માર્ટ મીટરથી દર મહિને બિલ આવી જાય છે. ઘણા કિસ્સાઓમાં તો ગયા મહિને ભરેલ બિલ હોવા છતાં નવા બિલમાં વધારાની વસુલાત ઉમેરી દેવામાં આવી રહી છે. 


પરિણામે રહેવાસીઓને બિલ સુધારવા વારંવાર વીજ કચેરીના ચક્કર મારવા પડે છે. આ અણગમતા પરિસ્થિતિથી કંટાળી રહેવાસીઓએ શિવસેનાના નેજા હેઠળ રેસકોર્સ ખાતે આવેલા વિધુત ભવનમાં હલ્લાબોલ કર્યો. ભારે સૂત્રોચાર વચ્ચે અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરીને જૂના કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર પાછા લગાવવાની મુખ્ય માંગણી કરી. સોસાયટીના પ્રમુખ ચેતન કલંબેએ જણાવ્યું કે સ્માર્ટ મીટર સમગ્ર શહેરમાં લગાવવાના વાયદા છતાં માત્ર મહાત્મા ગાંધી હાઈટ્સમાં જ તેનો અમલ થવાથી સ્થાનિકો પર ડબલ બિલનો બોજ આવી રહ્યો છે.

Reporter: admin

Related Post