ડભોઇ મહુડી ભાગોળ વિસ્તાર બહાર રાણાની હોટલ ઈદગાહ મોહલ્લા રેલ્વે દેસાઈ યાડ વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યાનું છેલ્લા ઘણા સમયથી નિરાકરણ નથી આવતું
ડભોઇ નગરપાલિકામાં વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી અને કર્મચારીઓ સાફ સફાઈ કરવા આવે છે ત્યારે જણાવે છે કેસાધનો નથી સળિયા નથી એવું કહી ને જતા રહે છે કર્મચારીઓ કહે છે અમારી પાસે પૂરતા સાધનો ના હોય એના કારણે તકલીફ પડી રહી છે આ વિસ્તારના ઝાડા ઉલટી અને ઘરે ઘરે લોકો બીમાર છે ઘર પાસે જ ગટરનું ગંદુ પાણી ઉભરાતું ગંદા પાણીમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવરજવર કરતા હોય અને મહિલાઓ બજાર જવા માટે ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે
શું ડભોઇ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે જાગશે કે પછી તેનું ક્યારે નિરાકરણ આવશે.આ વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો રહે છે એટલા માટે સાફ-સફાઈ થતી નથી કે ડભોઇ નગરપાલિકા આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યો પણ ધ્યાન આપતા નથી આજ વિસ્તારના ડભોઇ નગરપાલિકામાં ઉપપ્રમુખ હોવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી જો આ વિસ્તારમાં કોર્પોરેટરો વધુ ધ્યાન નહીં આપે તો આ વિસ્તારના લોકો ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે કેમ વિસ્તારના રહેશો જણાવી રહ્યા હતા.
Reporter: admin