News Portal...

Breaking News :

પરપ્રાંતિય લોકોનું પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ અને કોમ્બિગ કરવા રજુઆત

2024-10-08 14:38:18
પરપ્રાંતિય લોકોનું પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ અને કોમ્બિગ કરવા રજુઆત


વડોદરા : શહેરમાં નવરાત્રીના બીજા દિવસે ભાયલી વિસ્તારમાં બનેલી ઘટનાને કારણે વડોદરા સંસ્કારી નગરીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધારો થયો છે. 


કેટલાક વિસ્તારોમાંથી દિકરીઓ ગુમ થતી હોય ત્યારે તમામ વિસ્તારોમાં પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ અને કોમ્બિગ કરવામાં આવે અને ભાયલી ગેંગ રેપના આરોપીઓ વિરુદ્ધ ફાંસીની સજા આપવામાં આવે તેવી સામાજિક કાર્યકર્તાઓ એ માંગ કરવામાં આવી હતી.વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટેનું ધ્યાન દોરવાનો એક નાનકડો પ્રયત્ન છે કે વડોદરા શહેરમાં અગાઉ નવલખી ખાતે દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે હાલમાં ભાયલી ખાતે એક બાળકી સાથે ઘટના બની છે ત્યારે વડોદરા શહેરમાં દરેક પોલીસ સ્ટેશન ખાતે સુચનાઓ આપવામાં આવે કે કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતિય લોકોનો વસવાટ જોવા મળે છે કેટલાક પરપ્રાંતિય લોકો ધંધા રોજગાર અર્થે આવતા હોય છે પરંતુ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોય છે કે નહીં તેની જાણ નથી હોતી ત્યારે તમાંમ વિસ્તારોમાં ઓચિંતી વિજીટ કરવામાં આવે અને ભાડાં કરાર તેમજ અન્ય પુરાવા ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી અમારી માંગ છે 


સાથે વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તેવા વિસ્તારોમાં કૌબીગ હાથ ધરવામાં આવે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી શકે છે સાથે કેટલાક વિસ્તારોમાં ખુલ્લા મેદાનો,પ્લોટ, માલીકીની જગ્યાઓ તેમજ અન્ય જગ્યાએ CCTV કેમેરા લગાવવામાં આવે અને સ્ટ્રીટ લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવે તેવાં સુચનો આપવાની જરૂર છે કારણ કે હાલમાં ચોરી, લુંટ, મારામારી જેવા ગંભીર ગુના થતાં હોય છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ધણા પ્રાઈવેટ તેમજ સરકારી કામકાજ અર્થે મંજુરી કરવા માટે આવતા હોય છે પરંતુ તેઓ પાસે PCC તેમજ આધાર કાર્ડ પણ નથી હોતાં સાથે જ કેટલાક વિસ્તારોમાં કોણ ક્યાંથી આવ્યા છે તેઓની સંપૂર્ણ માહિતી પણ નથી હોતી છતાં મકાન માલિક ભાડેથી આપતા હોય છે ત્યારે આવા તમામ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે હાલમાં દા.ત અમારા વિસ્તારમાં રહેતી 16 વર્ષની દીકરીઓની ગુમ થયેલ છે હરણી પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવી છે સતત 15 દિવસ થી ઉપર થઈ ગયું છતાં ભાળ મળી નથી જેને વહેલી તકે શોધવામાં આવે તેવી વડોદરાના સામાજિક કાર્યકર્તાઓ એ આજે પોલીસ ભવન ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Reporter: admin

Related Post