વડોદરા : સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલના સંચાલકોની પોલ હવે ખુલી રહી છે. કેમ કે ત્રણ મહિના પહેલા બાકરોલ ગામ આજવા ખાતેના બાલિયા પરિવારના આ જ હોસ્પિટલમાં તેમની એક ભૂમિકા ભાલીયા દીકરી અને જણાવતા પહેલા બાળક ગુમાવવાનો વારો આવ્યો હતો.

જેમાં આ પરિવારના પણ આક્ષેપ સંજીવની હોસ્પિટલના સંચાલક ટ્રસ્ટી કહેવાતા દલપત ભાઈ અને ડોક્ટર સામે થઈ રહ્યા છે. માલી પરિવારના આ બનાવ પછી તેઓ પણ આ લડતમાં જોડાયા છે આજરોજ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવા માટે બંને પરિવાર પહોંચ્યા છે. કેમકે આવા બન્યો વારંવાર સંજીવની હોસ્પિટલમાં બની રહ્યા છે માનવ સાથે ખીલવાડ ક્યાર સુધી ચાલશે ઇન્ડિયન ડોક્ટર એસોસિએશન પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ જોડે અવર વડોદરા એ ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ હોસ્પિટલ સામે અમે નોટિસ પાઠવી છે,આવા બનાવો સામે અમે કડક પગલાં લેશું. અને તેની તપાસ પણ કરીશું.

ભૂમિકા ભાલીયા ના પતિ કરણ ભાલીયા નું કેવું છે કે અમે આ મૃત્યુ પાછળ મારી પત્નીનું પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.પોલીસ કલેકટર અને તમામ જગ્યા ના ધક્કા ખાધા પણ તેમને ન્યાય નથી મળ્યું ન્યાય ની આશામાં આજે પણ તેઓ રાહ જોઈ રહ્યા. બંને પરિવાર કાલે ગાંધીનગર ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળવા પણ જવાના છે.
Reporter: admin







