News Portal...

Breaking News :

રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો

2025-04-09 10:41:44
રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો


મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉરની શરૂઆત કરતાં આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આરબીઆઈએ મોનિટરી પોલિસીની મહત્ત્વપૂર્ણ બેઠકમાં મોટો નિર્ણય લેતાં રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને મોટી રાહત આપી છે.



રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આ જાહેરાત સાથે જ રેપો રેટ હવે 6.25% થી ઘટીને 6 % થઈ ગયો છે.   એટલે કે હવે આવનારા દિવસોમાં લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં પણ ઘટાડો નોંધાશે. આ માહિતી આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી.ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સતત બીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરીને સૌને ચોંકાવી દીધા છે. 


અગાઉ 2024-25ની છેલ્લી ફાયનાન્શિયલ મીટિંગમાં આરબીઆઈએ આ રીતે જ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં કરી હતી. ત્યારે 6.50% થી રેપો રેટને ઘટાડીને 6.25% પર લાવી દેવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post