વડોદરાના દરજીપુરા ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી (આરટીઓ) ખાતે એઆઈ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે. જેથી તા. 10 થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામંગીરી બંધ રહેશે.

આ સમયગાળા દરમ્યાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવીંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવામાં આવેલ છે. તેઓ તમાની એપોઇન્ટમેન્ટ રી શિડયુઅલ કરવામાં આવી છે, નવી એપોઇન્ટમેન્ટની વિગતો નોંધાયેલ મોબાઇલ નંબર પર એસએમએસ થકી મળશે.વડોદરા સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દરજીપુરા આરટીઓ ખાતે પણ એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગભગ 18 કેમેરા લગાવવામાં આવશે. જે અરજદારની દરેક મૂવમેન્ટ રેકોર્ડ કરશે. હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ, અંગ્રેજીમાં આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે. નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઇન મળી રહે તેવો પ્રયાસ છે.
Reporter: admin







