વી.આઈ.પી. સરકિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં ચેરમેન સંગીત, નાટક એકેડેમી, બી.એસ.એફ., કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર જિલ્લા કલેકટર, પોલીસ વિભાગ તેમજ જિલ્લાના સંબંધિત અધિકારીઓ અને દિલ્હીથી આવેલ ટીમ દ્વારા બેઠકમાં સહભાગી થઈ રચનાત્મક સૂચનો પરેડ અંગેની માહિતી સાથે પ્રેઝન્ટેશન રજૂ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ બાદ દર વર્ષે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે ગૌરવપૂર્ણ રીતે યોજાય છ. આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦ મી જન્મ જયંતીને લઈને વિશેષ આકર્ષણ સાથે દેશભરમાંથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૯૦૦ જેટલા કલાકારો સામેલ થશે : પરેડનું આકર્ષણ, ટેબલો, વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સુંદર સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરાશે. રાજપીપલા, શુક્રવાર:- સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અને વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારના સાનિધ્યમાં ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ-૨૦૨૫ ની તૈયારીઓની તડામાર કામગીરી કરવામાં આવી રહી છે.આ રાષ્ટ્રીય એકતા પરેડના અનુસંધાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ અમિતા પ્રસાદ સારભાઈની નિગરાનીમાં દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ડેમ વ્યુ પોઇન્ટ-૧ અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ અને આ વર્ષે યોજાનાર એક્તા પરેડ સ્થળની રૂબરૂ મુલાકાત સવારે ૯:૦૦ કલાકે લેવામાં આવી હતી અને સમગ્ર રૂટ અને જ્યાં કાર્યક્રમો યોજાવાના છે, તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને જરૂરી સૂચનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બી.એસ.એફના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
સ્થળ નિરીક્ષણ બાદ અધિક સચિવ દ્વારા VVIP સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગોના પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા અને આ વખતે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા ૯૦૦ કલાકારો દ્વારા એકતા નગરમાં શાનદાર પર્ફોમન્સ કરશે. જેમાં હોરાલ્ડો, કથ્થક કલાકારો, ક્લાસિકલ અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવશે. જેની તૈયારીઓ રીહર્સલ અને રહેઠાણ, ભોજન માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. તેમજ પરેડના પર્ફોર્મન્સ બાદ એન્ટ્રી-એક્ઝિટની વ્યવસ્થા તેમજ ચા-પાણી, નાસ્તા અંગે પણ ચર્ચા કરાઇ હતી અને વિવિધ ટેબલો, હોર્સ, કેમલ-શો થાય તો તેની વ્યવસ્થા અને દિલ્હી ખાતે યોજાતી પરેડની મીની ઝાંખી આ વખતે એકતા નગર ખાતે લોકોને જોવા મળશે. બેઠકમાં સમગ્ર કાર્યક્રમ અંગે બી.એસ.એફના અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા બ્રીફિંગ કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેકટર સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો અને આ રાષ્ટ્રીય એકતા પરેડ શાનદાર અને લોકોને યાદગાર બની રહે તેવા પ્રયાસો સૌ સાથે મળીને કરીએ તેવી અપીલ કરી હતી. આ બેઠકમાં સંગીત નાટક અકાદમીના ચેરમેન ડૉ. સંધ્યા પુરેચા, બી.એસ.એફના ઉચ્ચ અધિકારી ભુપેન્દ્રસિંહ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર આલોક પાંડે, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, ડાયરેક્ટર મિનીસ્ટ્રી ઓફ કલ્ચરના અનિશ રાજન, નેશન્સ સ્કૂલ ઓફ ડ્રામાના હેડ સેક્રેટરી રાજેશ સિંઘ, સેક્રેટરી રાજુ દાસ, સંગીત નાટક અકાદમી અને કોરિયોગ્રાફર તેમજ નર્મદા જિલ્લાના પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ, માર્ગ મકાન વિભાગના અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, એસ.ઓ.યુના અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ રાષ્ટ્રીય એકતા પરેડ સાથે સંકળાયેલા અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
Reporter: admin







