News Portal...

Breaking News :

અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડામાં પણ હીટવેવની આગાહી

2024-05-24 11:18:59
અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડામાં પણ હીટવેવની આગાહી


ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી ગરમી સતત વધી રહી છે. હજુ આગામી સપ્તાહમાં પણ ગરમીનો પારો ઊંચો રહે તેવી શક્યતા છે.જ્યારે હવામાન વિભાગે રાજ્યના 21 જિલ્લામાં હીટવેવની  આગાહી કરી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 


આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદમાં 46.6 ડિગ્રી બાદ ગુજરાતમાં ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 45 ડિગ્રી, સુરેન્દ્રગરમાં 45.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ભાવનગર 42.2 ડિગ્રી, દ્વારકા 32.7 ડિગ્રી, ઓખા 35.7 ડિગ્રી,પોરબંદર 37.4 ડિગ્રી, રાજકોટ 43.8 ડિગ્રી, વેરાવળ 33.2 ડિગ્રી, દીવ 39.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.



ગુરુવારે અમદાવાદમાં ગરમીએ 46.6 ડિગ્રીની સપાટી વટાવી હતી. જો કે અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 47.3 ડિગ્રી સુધી પહોંચ્યાના અહેવાલ સામે આવ્યા છે. આમ અમદાવાદ શહેરમાં આગામી દિવસો હજુ પણ ગરમી વધે તેવી શકયતા છે. જેના પગલે એએમસી હીટ એકશન પ્લાન અમલમાં મૂક્યો છે. તેમજ લોકોને બપોરેના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત લોકોને વધુમાં વધુ પ્રવાહી લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે

Reporter: News Plus

Related Post