દિલ્હીના તાપમાને તમામ રેકોર્ડ તોડયા હતા અને સૌથી વધુ ૫૨.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં બુધવારે બપોરે વિક્રમી ગરમી પછી સાંજે વરસાદ પડતાં તાપમાન 10 ડિગ્રી ગગડતાં રાહત થઇ હતી જ્યારે ઝાંસીમાં 49 ડિગ્રી સાથે 132 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.
વૈશ્વિક તાપમાનમાં અમેરિકાના કેલિફોર્નિયાના ગ્રીનલેન્ડ રાંચમાં ૧૦ જુલાઇ ૧૯૧૩ના રોજ તાપમાન ૫૬.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ૧૦૦ વર્ષ પહેલા લિબિયામાં એલ અઝિઝિયામાં મહત્તમ ૫૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જ્યારે હવે દિલ્હીમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું છે.રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન ૫૦ ડિગ્રીને પાર જઇ રહ્યું છે. રાજધાની દિલ્હીમાં મુંગેશપુરમાં મંગળવારે ૪૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે બીજા દિવસે આ જ વિસ્તારમાં તાપમાન વધીને ૫૩ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જે ભારતમાં અત્યાર સુધીનું સૌથી ઉંંચુ તાપમાન મનાઈ રહ્યું છે. આ પહેલા રહેણાંકી વિસ્તારોમાં આટલુ ઉંચુ તાપમાન જોવા મળ્યું નથી.
દરમિયાન દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.દિલ્હીમાં મે મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડયો હતો, જેને કારણે એસી,કૂલર અને પંખાનો ઉપયોગ વધતા વીજળીની માગમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.બુધવારે દિલ્હીમાં વીજળીની માગ ૮૩૦૨ મેગાવોટ રહી હતી જે દિલ્હીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ વીજળીની માગ માનવામાં આવે છે. સતત ૧૨ દિવસથી વીજળીની માગ ૭૦૦૦ મેગાવોટથી વધુ રહી હતી. આ પહેલા ૨૯ જૂન, ૨૦૨૨ના રોજ દિલ્હીમાં ૭૬૯૫ મેગાવોટ વીજળીની માગ રહી હતી. દિલ્હીની આસપાસ ખુલ્લી જમીન વધુ છે.
Reporter: News Plus