News Portal...

Breaking News :

શ્રીજીની આગમન યાત્રા પર ઈંડુ ફેંકવાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું

2025-08-27 13:23:24
શ્રીજીની આગમન યાત્રા પર ઈંડુ ફેંકવાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું


વડોદરા: બે દિવસ પૂર્વે સિટી પોલીસ મથક વિસ્તારમાંથી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં પાણીગેટ પાસે અજાણ્યા ઇસમો દ્વારા ઈંડુ ફેંકવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ સતર્ક બની હતી. અને વિસ્તારમાં કોમ્બિંગ કરીને ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. 


આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કર્યાના બીજા દિવસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આરોપીઓના ચાલવાનાય ઠેકાણા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે, સાથે જ આરોપીઓએ હાથ જોડેલા હતા. પોલીસના ચુસ્ત જાપ્તા સાથે રીકન્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે.વડોદરામાં વોર્ડ 17 માં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇંડા ફેંકીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. મોડી રાત્રે 3 ક્લાકે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી. પાલિકાનાં દંડક, ભાજપ કોર્પોરેટરો સ્થળ પર દોડી આવ્યા હતા. 


ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેના અનુસંધાને કાર્યવાહી કરતા પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. જે પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપી પૈકી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમંદ ઈર્શાદ કુરેશીને સાથે રાખીને રીકન્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે.ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે જ બંનેએ હાથ જોડેલા છે. અને મોઢું નીચુ રાખીને વિસ્તારમાં જેમ તેમ ચાલી રહ્યા છે. શહેરની શાંતિ ડહોળાય તેવા પ્રયાસો કરનાર તત્વો વિરૂદ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Reporter: admin

Related Post