News Portal...

Breaking News :

બિન્ધાસ્ત બનીને પોલીસ પર હુમલો કરનારા નામચીન બુટલેગર ઝુબેરને સાથે રાખીને પોલીસનું રિકન્સ્ટ્રક

2025-02-07 10:17:37
બિન્ધાસ્ત બનીને પોલીસ પર હુમલો કરનારા નામચીન બુટલેગર ઝુબેરને સાથે રાખીને પોલીસનું રિકન્સ્ટ્રક


વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દરોડા પાડવા ગયેલી SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમ પર હુમલો કરવાના કેસ વોન્ટેડ આરોપી ઝુબેર મેમણને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. 


આ કેસમાં બુટલેગર ઝુબેર મેમણને સાથે રાખીને પોલીસે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપી ઝુબેર હાલ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ઉલ્લેખનિય છે કે ઝુબેર મેમણ સામે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 66 જેટલા ગુના નોંધાયેલા છે. 20 દિવસ પહેલા વડોદરા શહેરના વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે ઉપર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી. ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બૂટલેગર ઝુબેર શફીક મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો હતો. આ બાતમીના આધારે વહેલી સવારે 4થી 5 વાગ્યા વચ્ચે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. જો કે પોલીસને જોઇને બૂટલેગરોએ સ્ટેટ મોનિટરિંગની ટીમ ઉપર પથ્થરમારો કરતાં SMCના પીઆઇ આર. જી. ખાટે બૂટલેગરની કન્ટેનર ગાડી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાંની સાથે કુખ્યાત બૂટલેગર ઝુબેર શફીક મેમણ સહિતના આઠ બુટલેગર ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બૂટલેગરની ધરપકડ કરી હતી અને સ એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર અને અંદાજિત 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. 


આ ઘટનામાં કુખ્યાત બૂટલેગર ઝુબેર શફીક મેમણ સહિત અન્ય આઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રીઢો આરોપી ઝુબેર સફી મેમણ (રહે.વાડી, વડોદરા) આણંદ જીલ્લાના તારાપુર પાસેના જલ્લા ગામે ખાતે આવેલ ફાર્મમાં આશ્રય લઇ રહ્યો છે. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારાપુર ખાતેના જલ્લા ગામના ફાર્મ હાઉસમાં પહોંચી ગઈ હતી. આ સમયે ઝુબેરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછમાં વડોદરાના હરણી પોલીસ સ્ટેશન ઉપરાંત આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો ગુનામાં તેમજ દાહોદ જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાઓના ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો હોવાનું બહાર આવ્યું હતું.ઝુબેર શફીક મેમણ સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો ઉપરાંત, સુરત, નવસારી, પંચમહાલ, વલસાડ, મહેસાણા, ભરૂચ, ગાંધીનગર અને આણંદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં 66 જેટલા પ્રોહીબીશન સહિતના ગુનાઓ નોંધાયેલા છે.પોલીસ તેને આજે સ્થળ પર લઇ ગઇ હતી અને પોલીસ પરના હુમલાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનાના સ્થળનું પંચનામુ કર્યું હતું,

Reporter: admin

Related Post