News Portal...

Breaking News :

છત્રપતિ શિવાજી સહકારી મંડળીના ૮૫ મંગળ પ્રવેશ નિમિત્તે ૭૫વર્ષના સભાસદોનો સત્કાર સમારંભ કાર્યકમ

2025-01-17 12:29:41
છત્રપતિ શિવાજી સહકારી મંડળીના ૮૫ મંગળ પ્રવેશ નિમિત્તે ૭૫વર્ષના સભાસદોનો સત્કાર સમારંભ કાર્યકમ


વડોદરા:  શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ને 75 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મંડળીના 75 વર્ષીય મંડળીના સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો 


આ કાર્યક્રમમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પવળેની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના 75 વર્ષથી વધુ ઉંમરના મંડળીના સભાસદોને સાલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ૩૦૦ થી વધુ સભાસદોને સાલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા બેંકના પ્રાંગણમાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી 


સાથે જ બેન્ક માં ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી આ કાર્યકમમાં નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને સ્ટેજ પર બિરાજમાન મહેમાનોને સાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યકમ માં ઉપસ્થિત ૩૦૦થી વધુ ૭૫ વર્ષ અને તેથી વધુ બેંકના સભાસદો સાલ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વધુના બેન્કના અધ્યક્ષ ગૌરવ પવળેએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post