મુંબઈ : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા.
ઘણા સમયથી તેઓ બીમાર હતા.રતન ટાટાની હાલત નાજુક છે. અગાઉ 7 ઓક્ટોબર, 2024ના રોજ સમાચાર આવ્યા હતા કે બ્રીચ કેન્ડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું કે રતન ટાટાને 12.30 થી 1.00 વાગ્યાની વચ્ચે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમનું બ્લડપ્રેશર ઘણું ઘટી ગયું હતું. તેમને તાત્કાલિક ICUમાં લઈ જવામાં આવ્યા હતા,
જ્યાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શારુખ અસ્પી ગોલવાલાના નેતૃત્વમાં તબીબી નિષ્ણાતોની ટીમ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી હતી.28 ડિસેમ્બર 1937ના રોજ, તત્કાલીન બોમ્બે જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે. રતન ટાટાનો જન્મ ત્યાં થયો હતો. તેઓ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર છે. તેઓ 1990થી 2012 સુધી જૂથના અધ્યક્ષ અને ઓક્ટોબર 2016થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના અધ્યક્ષ હતા. રતન ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના વડા છે.
Reporter: admin