સાંસદ,પ્રમુખ,પૂર્વ પ્રમુખ તથા કેટલાક ભાગબટાઈવાળા નેતાઓ-અધિકારીઓએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી...
રાણાજીએ કોઇના ફોન રિસીવ ના કર્યા, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓથી કેમ્પ ઓફિસ ધમધમી
અત્ર તત્ર સર્વત્ર રાણાજીએ ગુરુવારે કેમ્પ ઓફિસમાં ધામા નાખી ફાઇલો પર ફટાફટ સહીઓ કરવામાં દિવસ વિતાવ્યો...
આખરે વડોદરામાંથી રાણાજીને સરકારે તગેડી મુક્યા છે. આ સમાચાર બુધવારે સાંજે ફરી વળતાં કોર્પોરેશનના રોજે રોજ કામકાજ સાથે સંકળાયેલા વડોદરાના લોકોમાં હાશ થઇ ગઇ હતી. કારણ કે વડોદરાના ઇતિહાસમાં તેમણે આવા કમિશનર ક્યારે જોયા ન હતા. કેટલાક તેમના વહિવટકર્તાઓએ રાણાજીના જવાથી ચોક્કસ દુખ અનુભવ્યું હતું.કારણ કે તેઓ રાણાજી પાસેથી ભવિષ્યમાં પણ લાભ લેવાના છે પણ ત્રસ્ત પ્રજાને હાશકારો થયો હતો.

રાણાજીએ શુક્રવારે આખો દિવસ પોતાની ફેવરિટ કેમ્પ ઓફિસ ખાતે જ વિતાવ્યો હતો. જ્યારથી તેમનો ઓર્ડર બદલીનો આવ્યો છે, ત્યારથી મોટાભાગનાં ફોન રિસીવ કર્યા ન હતા. રાણાજી કેમ્પ ઓફિસ ખાતે જ બેસી રહ્યા હતા અને તેમને મળવા માટે ખાસ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ, ખાનગી વ્યક્તિઓ અને તેમના મળતીયાઓની અવરજવરથી આખો દિવસ કેમ્પ ઓફિસ ધમધમી રહી હતી. સામાન્ય રીતે જે કોઇ અધિકારીની બદલી થાય તે અધિકારી ચાર્જ છોડતા પહેલા પેન્ડીંગ ફાઇલો, વર્ક ઓર્ડરો , જુની ફાઇલો, હિસાબ સહિતની કામગીરી કરતા હોય છે. અને તે રીતે રાણાજીએ પણ ચાર્જ છોડતા પહેલાં અગત્યની કહી શકાય તેવી મહત્વની ફાઇલો પર સહીઓ કરી દીધી હતી. અને ફાઇલો મંજુર પણ કરી લીધી હતી. બીજી તરફ રાણાજી તો શહેરમાં અત્ર તત્ર સર્વત્ર છે કારણ કે કમિશનર ઉપરાંત તે વડોદરા ગેસ લિમીટેડ તથા વડોદરા સ્માર્ટ સિટી કંપનીમાં પણ ડાયરેક્ટર તરીકે હોદ્દા ધરાવે છે. જેથી ચાર્જ છોડતા પહેલા આ વિભાગોમાં પણ તેમણે ડોકીયું કરીને મહત્વની ફાઇલો ક્લિયર કરાવાનું શરુ કરી દીધું હતું. ડે.કમિશનર અર્પીતા સાગરની પણ મહિસાગર કલેક્ટર તરીકે બદલી થઇ ગઇ છે. રાણાજી તો તમામ વિભાગોમાં વહીવટ કરતા હતા અને તેમને સારી ફાવટ પણ આવી ગઇ હતી. તેમણે 2 વર્ષ પહેલાં જ્યારે કમિશનર તરીકે ચાર્જ લીધો ત્યારે નિવૃત્ત ટીડીઓ જીતેશ ત્રિવેદી પાસે બાંધકામ શાખા, જમીન મિલકત શાખા સહિતની મલાઇદાર શાખાનો પણ વહિવટ હતો જેથી બંને સાથે વહિવટ કરતા હતા. ભસ્ટાચાર વધતા હોબાળો મચ્યો હતો. પણ ત્યાર પછી અર્પિતા સાગરની નિમણુક થઇ રાણાજીએ પાવર ડેલિગેટ કરી દીધા હતા . રાણાજીએ તેમના 2 વર્ષમાં અનેક એવા કામો કર્યા છે કે આખુ વડોદરા શહેર દાયકાઓ સુધી તેની પીડા ભોગવતું રહેશે. તેમણે કોર્પોરેશનમાં જે રીતે મળતીયાઓની ભરતી કરી દીધી તે મળતીયા તેમના ગયા પછી પણ વડોદરા શહેરને વળગાડતા ગયા છે.રાણાજીના સમયમાં કા.ઈ.ઇલેકટ્રીકકલ, મિકેનિકલ, સિવીલ, ચીફ ફાયર ઓફિસર, પીએ ટુ કમિશનર અને જીતેશ ત્રિવેદી સહિતની ફેર નિમણુંકોએ તો ભારે વિવાદ જગાવેલો હતો. હવે રાજ્ય સરકાર આ તમામ ભરતીઓની પણ તપાસ કરશે.? કમિશનરે એક ધારાસભ્યના ભત્રીજાને પણ હાઇમાર્કસ આપીને કાર્યપાલક ઇજનેર સિવીલ તરીકે પસંદ કરી લીધો છે. બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરોને કામોની દરખાસ્ત લાવ્યા છે.ભ્રષ્ટાચારના આરોપમાં ઘર ભેગા કરી દેવાયેલા અધિકારીઓને પણ પરત લાવવાના પ્રયાસો કર્યા છે.હવે તેમના ગયા પછી રાજ્ય સરકાર રાણાજીના કાર્યકાળનો કાળો ચિઠ્ઠો ખોલવાની છે.
રાણાજીની તત્કાલ ભરતીઓની ઉંડી તપાસ થશે...
રાણાજીએ બે વર્ષ પહેલાં 5 એપ્રીલે કમિશનર તરીકે ચાર્જ લીધો હતો અને 2 વર્ષ બાદ તેમને વડોદરા છોડીને જતા રહેવાનો આદેશ રાજ્ય સરકારે આપી દીધો છે રાણાજીએ તેમના 2 વર્ષમાં અનેક એવા કામો કર્યા છે કે આખુ વડોદરા શહેર દાયકાઓ સુધી તેની પીડા ભોગવતું રહેશે. તેમણે કોર્પોરેશનમાં જે રીતે મળતીયાઓની ભરતી કરી દીધી તે મળતીયા તેમના ગયા પછી પણ વડોદરા શહેરને વળગાડતા ગયા છે.રાણાજીના સમયમાં ઇલેકટ્રીકકલ, મિકેનિકલ, સિવીલ, ચીફ ફાયર ઓફિસર, પીએ ટુ કમિશનર અને જીતેશ ત્રિવેદી સહિતની નિમણુંકોએ તો ભારે વિવાદ જગાવેલો છે અને હવે રાજ્ય સરકાર આ તમામ ભરતીઓની પણ તપાસ કરશે. કારણ કે આ તમામ ભરતી અને જીતેશ ત્રિવેદીની નિમણુક સરકારના નિયમોની વિરુદ્ધમાં કરાયેલી છે. જીતેશ ત્રિવેદીના કિસ્સામાં તો સરકારે તત્કાળ આ અધિકારીની સેવા સમાપ્ત કરવાનો આદેશ પણ કરેલો છે પણ કમિશનર સરકારના આદેશને પણ ઘોળીને પી ગયા હતા. અન્ય જે ભરતીઓ થઇ છે તેમાં પણ આરઆરના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાયો છે અને લાયકાત અને અનુભવ વગરના ઉમેદવારોની ભરતી કરી દેવાઇ છે. આપણા કમિશનરે તો એક ધારાસભ્યના ભત્રીજાને પણ હાઇમાર્ક આપીને યેનકેન પ્રકારેણ કાર્યપાલક ઇજનેર સિવીલ તરીકે લઇ લીધો હતો અને આ ધારાસભ્ય ભત્રીજો હજી તો વડોદરા ગેસમાં ફરજ બજાવે છે પોતાના કાકા અને કમિશનર કાકાની ભલામણને કારણે સારો એવો સેટ પણ થઇ ગયો છે. રાણાજીના કારણે ઘણા બધા એવા અધિકારીઓ અને કર્મચારીઓ છે જે યેનકેન ગોઠવાઇ ગયા છે. એટલું તો ચોક્કસ છે કે રાણાજીએ ઇતિહાસમાં વડોદરામાં ના થયા હોય તેવા કારતૂતો કર્યા છે. જેમાં બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરોને પાછા લીધા હતા તો ભ્રષ્ટાચારના આરોપમાં ઘર ભેગા કરી દેવાયેલા અધિકારીઓને પણ પરત લીધા હતા. હવે તેમના ગયા પછી રાજ્ય સરકાર રાણાજીના કાર્યકાળનો કાળો ચિઠ્ઠો ખોલવાની છે અને ત્યારે તમામ લાભાર્થીઓનું આવી બનશે તે ચોક્કસ વાત છે.
કેટલાક ચાંપલુસીકારો અને લાભાર્થીને રાણાજી જતા રહેતા દુઃખ પણ થયું...
રાણાજીની બદલી થઇ તેમાં મોટાભાગના વડોદરાવાસીઓ ખુશ થઇ ગયા પણ કેટલાક એવા પણ છે કે જેમણે રાણાજીના જવાથી દુખ અનુભવ્યું છે. આ લોકોએ તો સોશિયલ મીડિયામાં પોતાનું દુખ પણ વર્ણવ્યું છે. એક એવા પ્રદેશ કોંગ્રેસના નેતા અને કોર્પોરેટરનાં પતિ છે જે છાશવારે ભ્રષ્ટાચારની ફરિયાદોના પત્રો લખતા હતા તેમને પણ રાણાજીના જવાથી ભારોભાર દુખ થયું છે. રાણાજીના જવાથી તેમને એટલો આઘાત લાગ્યો છે કે બદલીના સમાચાર મળતાં જ તેમને કોળીયો પણ ગળે ઉતર્યો ન હતો. આ નેતાએ તો સોશિયલ મીડિયામાં રીતસર ચાંપલુસી કરીને 56 ઈંચની છાતીવાળા રાણાજીના જવાથી દુખ પ્રગટ કર્યું છે. કદાચ એવો આશય હોઇ શકે કે જેમ વડોદરામાં તેમને રાણાજીનો લાભ અને આશિર્વાદ મળ્યા તેવા જ લાભ અને આશિર્વાદ રાણાજી જ્યાં પણ હશે ત્યાંથી પણ ભવિષ્યમાં મળતા રહેશે. વડોદરાના એક યુવા સામાજીક નેતાને પણ દુખ થયું છે આ બધુ સોશિયલ મીડિયામાં જોવા મળ્યું છે. રાણાજી જાય કે આવે શહેર પ્રમુખને શું લેવા દેવા તે સમજી શકાય એમ નથી. જેમને રાણાજીના જવાથી ભરપૂર દુખ થયું છે અને કદાચ જમવાનું પણ તેમને ગળે ઉતર્યું નથી તેવા ચાંપલુસીકારો સમજી લે કે વડોદરામાં ગયા વર્ષે આવેલું પૂર માનવસર્જિત અને કોર્પોરેશન સર્જિત હતું અને આ પૂરમાં વડોદરાના લોકો ચાર પાંચ દિવસ સુધી ભુખ્યા તરસ્યા ટળવળ્યા હતા.અને તેમને 25 હજાર કરોડ રુપિયાનું નુકશાન પણ થયું હતું. અને તેમાં રાણાજી પણ સીધા જવાબદાર હતા. જેમને દુખ થયું છે તેવા ચાંપલુસીકારોએ સમજવું જોઇએ કે હરણી બોટકાંડમાં પણ કોર્પોરેશનની જ બેદરકારી અને ભૂંડી ભૂમિકા હતી. અને તેના પીડિત પરિવારોને આજદિન સુધી વળતર પણ મળ્યું નથી. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની સામે કડક કાર્યવાહી પણ થઇ નથી. રાજેશ ચૌહાણ જે ફરિયાદી હતા ત્યાર બાદ આરોપી બનતા તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. રાજેશ ચૌહાણ ને માત્ર પેન્શનમાંથી 5 હજાર જ રુપિયા કપાય છે પણ રાણાજીએ પોતાના જ આ અધિકારી રાજેશ ચૌહાણ સામે કોઇ જ કાર્યવાહી કરી ન હતી.
હરણી બોટકાંડના પીડિતોને હજું વળતર મળ્યું નથી. આશિષ જોશી
હરણી બોટકાંડના પીડિતોને હજું પણ વળતર મળ્યું નથી. કોટીયા પ્રોજેક્ટે એવું કહ્યું હોવાની માહિતી મળી છે કે આ કેસમાં વીએમસી અને સ્કૂલ પણ આરોપી છે તો 32 લાખ અને વ્યાજની રકમ ચૂકવવામાં તેમનું પણ શેરીંગ હોવું જોઇએ પણ મહત્વની વાત એ છે કે બોટકાંડના પીડિતો હજું પણ ન્યાય માટે ઝઝુમે છે. જીતેશ ત્રિવેદી સામે કોર્પોરેટર આશિષ જોશીએ એસીબીમાં પહેલાં જ ફરિયાદ કરેલી છે. તેના કાર્યકાળમાં રજા ચિઠ્ઠીથી માંડીને જે દસ્તાવેજો છે તેનું સ્ટેટસ માગ્યું છે.
આશિષ જોશી, કોર્પોરેટર
એક નેતા કોઇ અધિકારીના વખાણ કરે તો સમજી લેવું કે કમિશનરની કરોડો રુપિયાની દરખાસ્તમાં વહિવટ થયો છે...
રાણાજીની બદલી થવાથી શહેર ભાજપના પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ તથા પૂર્વ અધ્યક્ષ વિજય શાહે પણ રાણાજીને અભિનંદન આપ્યા છે. એક અધિકારી બીજા અધિકારીના વખાણ કરે તો વાંધો નહી પણ જ્યારે એક નેતા કોઇ અધિકારીના વખાણ કરે તો સમજી લેવું કે કમિશનરની કરોડો રુપિયાની દરખાસ્તમાં વહિવટ થયો છે. નેતા અને અધિકારીઓની સાંઠગાંઠ અને ભાગબટાઇ ખુલ્લી પડી ગઇ છે તે વાત હવે જગજાહેર થઇ ગઇ છે. ભાજપ અને કોંગ્રેસાં કેટલું ડોનેશન આવ્યું એ બધુ ખુલી ચુક્યું છે. કોણે કોણે બંને પક્ષને ડોનેશન આપેલું છે તે નામો પણ જાહેર થઇ ગયા છે. નેતાઓની સાંઠગાંઠ કોની કોની સાથે હોય છે તે વાત હવે સામાન્ય જનતા જાણી ચુકી છે. શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ પ્રમુખે કોઇ અધિકારીને આ રીતે જાહેરમાં અભિનંદન આપે તે કેટલું વ્યાજબી છે તે સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.
Reporter: admin







