News Portal...

Breaking News :

એક સંતના કહેવાથી ૨૦૦ વર્ષથી ગામમાં રક્ષાબંધન પર્વ ઉજવાતું નથી

2024-08-19 09:52:09
એક સંતના કહેવાથી ૨૦૦ વર્ષથી ગામમાં રક્ષાબંધન પર્વ ઉજવાતું નથી


બનાસકાંઠા: ગુજરાતમાં એક ગામ છે, જયાં રક્ષાબંધનના દિવસે કોઈ બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધતી નથી. 


ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ચડોતર ગામના લોકોમાં રક્ષાબંધનને બાબતે એક પુરાની માન્યતા હજુ પણ પ્રવર્તમાન છે.ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું. ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામમાંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે-ખૂણે છાંટી દો જેથી ગામના લોકો એ દૂધ ભેગું કરી ને આખા ગામ માં છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વાર માં બધુજ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપણા ગામમાં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી આજ દિન સુધી ચડોતર ગામમાંની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.


ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ચડોતર ગામની કહાની છે. ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે એક દિવસ પહેલા આ ગામની બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 200 વર્ષથી પણ વધારે વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે ત્યારે ચડોતર ગામમાં ભાઈના લાંબા આયુષ માટે ગઈકાલે બહેનોએ રાખડી બાંધી છે.

Reporter: admin

Related Post