વડોદરા રાજપુત યુવા એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપુત એસોસિયેશન વડોદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું.

દેશભરમાં આજે વીર પુરૂષ મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે. વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉદય સિંહ ઉદયપુરના સ્થાપક હતા. મહારાણા પ્રતાપ ભારતમાં મુઘલ સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે.

હલ્દીઘાટીનું યુદ્ધ મુઘલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું. જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શકિતશાળી મુઘલ શાસક અકબરને ત્રણ વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારે આજે ૪૮૫મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા રાજપુત યુવા એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપુત એસોસિયેશન વડોદરા દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું



Reporter: admin