News Portal...

Breaking News :

રાજકોટ- કોઇન્સુર એકસ. ટ્રેનમાં ફોન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે વડોદરા, યુનિટ સુરત(જી.આર.પી.).

2024-08-04 17:26:26
રાજકોટ- કોઇન્સુર એકસ. ટ્રેનમાં ફોન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે વડોદરા, યુનિટ સુરત(જી.આર.પી.).


અમદાવાદ તથા પોલીસ અધિક્ષક, સરોજકુમારી ૫.રે દ્વારા અત્રેના યુનિટના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ હતી.


જે અનુસંધાને પો.ઇન્સ. ટી.વી.પટેલ એલ.સી.બી.૫.રે. સીધી સુચના અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેકટર, એમ.બી.વાઘ એલ.સી.બી.૫.રે.સુરત નાઓના માર્ગદર્શન મુજબ ૦૩ ઓગસ્ટ શનિવારના રોજ એલ.સી.બી.૫.રે.સુરતના આસી.સબ ઇન્સ્પેકટર લાલાભાઇ કોયાભાઇની સાથે એ.એસ.આઇ. શરદકુમાર કાલીદાસ, પો.હેડ.કોન્સ. જેતાભાઇ દલાભાઇ, પો.કોન્સ. વિજયભાઇ વાડિયાભાઇ, મેહુલભાઇ વશરામભાઇ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ તેજાભાઇ તથા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એલ.આર.અરશીભાઇ દુધાભાઇ સાથે સુરત રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં. ૧૧૨૧૨૦૫૧૨૨૧૧૭૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનામાં ચોરી થયેલ મો.ફોનની ટેકનીકલ એનાલીસીસ કરનાર પો.હેડ.કોન્સ.શૈલેષભાઇ વીરાભાઇ નાઓના સંપર્કમાં રહી ઝીણવટ ભરી રીતે તપાસ કરતા.


એક ઇસમ નામે અભિનાશકુમાર S/O ગંગારામ જાતે- નિશાદ ઉ.વ.૨૬ ધંધો- કરીયાણાની દુકાન રહે હાલ, રાધેશ્યામનગર, મ.નં.૧૬, પોલીસકોલોની પાસે પાંડેસરા સુરત. મુળ ગામ- ભગલાપુર, પોસ્ટ- મકરન્દપુર, થાના- ચાંદપુર તા.બન્દકી જી.ફતેપુર ઉત્તરપ્રદેશવાળા મળી આવતા જેની પાસેથી આ ગુનાનો એક કાળા કલરનો POCO કંપનીનો મો.ફોન કિંમત રૂ.૧૪,૯૯૯/- ની મત્તાનો મો.ફોન તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને ઉપરોક્ત ગુનાના કામે BNSS કલમ- ૩૫(૧)જે મુજબ કલાક:૧૫/૨૫ વાગે અટક કરી આગળની કાર્યવાહી માટે સુરત રે.પો.સ્ટેશનમાં સુપ્રત કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

Reporter: admin

Related Post