મુંબઇ માં ભારે વરસાદ ના લીધે વાહન વ્યવસ્થા બંધ થઇ ગઈ છે મુંબઈ નગરી આજે પાણી થી વિખેરાઈ ગઈ છે મુંબઇ ની લાઈફલાઈન ગણાતી ટ્રેન ની મુસાફરી બંધ કરવામાં આવી છે. વરસાદ ને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે અને ટ્રેન ની સેવાઓ બંધ થઇ ગઈ છે .
મુંબઈ માં વરસાદે તબાહી મચાવી છે ,હાલ માં તો ઘણી ફ્લાઈટ્સ પણ કેંન્સલ કરવામાં આવી છે. મુંબઈ માં છેલ્લા ૨ દિવસ થી ભારે વરસાદ પડી રહ્યો છે ,જેને લઇ મુંબઈ ના અનેક વિસ્તરો માં પાણી ભરાયા છે અને લોકો નું ઘર ની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રેલવે ટ્રક પર પાણી ભરાતા ઉપનગરીય ટ્રેનનુ સેવાઓ બન્ધ કરવામાં આવી છે અને લોકલ વાહનો ની અવરજવર પણ બંધ થઇ ગઈ છે. ભારે વરસાદ ના લીધે હવાઈ સેવાઓ પ્રભાવિત થઇ છે. સોશ્યિલ મીડિયા પર ઇન્ડિગો દ્વારા મુકાયેલ પોસ્ટ માં એરલાઈન્સે પોસ્ટ મુક્ત કહ્યું છે કે ભારે વરસાદ ના કારણે મુંબઈ જતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. અને જો કોઈ ને રિફંડ લેવા કે તાત્કાલિક સહાય લેવા તેમની ઓન-ગ્રાઉન્ડ ટીમનો સંપર્ક કરવા ક્યુ છે.
દેશ ની આર્થિક રાજધાની મુંબઈ માં છેલ્લા ૨ દિવસ થી ભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર લોકો ની અવરજવર ઓછી થઇ ગઈ છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનોને અસર થઈ છે. ભારે વરસાદને કારણે સ્થાનિક રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વાહનોને તળાવવાળા રસ્તાઓ પર અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ભારે વરસાદના કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગ માહિતી મુજબ હજુ વરસાદ ની આગાહી છે જેને લઇ લોકો ને સાવચેતી રાખવા કહ્યું છે. દરિયાકિનારે રહેતા લોકો ને વધુ સાવચેતી રાખવાની જરૂર હવામાન વિભાગે આપેલ છે, આગામી ૧૨ તારીખ સુધી મુંબઈ માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હોવા થી લોકો ને સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું છે .
Reporter: News Plus