મુંબઈ : ઑક્ટોબર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે ૧લી નવેમ્બરના દિવસથી અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે.
જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતો, ક્રેડિટ કાર્ડના નિયમો, મ્યુચ્યુઅલ ફંડના નિયમો સહિતમાં ફેરફાર થશે.ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફરના નવા નિયમો જાહેર કર્યા છે, જે પહેલી નવેમ્બરથી લાગુ થશે. આ નિયમોનું ઉદ્દેશ્ય છેતરપિંડી અને બેંકિંગ ચેનલોના દુરૂપયોગને રોકવાનું છે. દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. 1 નવેમ્બરના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે, ખાસ કરીને 14 કિલોના ઘરેલુ સિલિન્ડર માટે, જેની કિંમત લાંબા સમયથી સ્થિર છે. તેમજ તાજેતરના મહિનાઓમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો સતત વધી રહી છે.સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા (SBI) એ 1 નવેમ્બરથી તેના ક્રેડિટ કાર્ડ્સ પર નવી ફી લાગુ કરવાની જાહેરાત કરી છે.
તે પ્રમાણે અનસિક્યોર્ડ SBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.75% ફાઇનાન્સ ચાર્જ અને વીજળી, પાણી અને ગેસ જેવી ઉપયોગિતા સેવાઓ માટે રૂ. 50,000 થી વધુની ચુકવણી પર 1% વધારાનો ચાર્જ લાગશે.પહેલી નવેમ્બરથી એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવ પણ બદલાઈ શકે છે.માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમો કડક બનાવ્યા છે. નવા નિયમો હેઠળ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ નોમિનીના15 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની જાણ અધિકારીને કરવી પડશે.પહેલી નવેમ્બરથી રેલવે રિઝર્વેશન પિરિયડ 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવશે. આ સુધારાનો ઉદ્દેશ્ય ટિકિટ ખરીદી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને મુસાફરોની સુવિધા જાળવી રાખવાનો છે.
Reporter: admin