વડોદરા : શહેર નજીકના ગામડાઓની સીમમાં ધમધમતી દેશી દારુ ગાળવાની ભઠ્ઠીઓ ઉપર આજે વહેલી પરોઢે પી.સી.બી.,ડી.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે ૧૯ સ્થળે દરોડા પાડયા હતા. જે સંદર્ભમાં ૯ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. બુટલેગરો સામે કાનુની રાહે કાર્યવાહી શરુ કરાઈ છે.

શહેર નજીક અનગઢ ગામ, વડસર ગામ, ભાલીયાપુરા, બીલ ગામ, તેમજ પદમલા ગામ ખાતે સીમમાં દારુની ભઠ્ઠીઓ ધમધમતી હતી. પી.સી.બી. પી.આઈ. સી.બી. ટંડેલ, ક્રાઈમ બ્રાન્ચ,પી.આઈ. આર.જી. જાડેજા તેમજ એસ.ઓ.જી. પી.આઈ. એસ.ડી. રાતડાની વિવિઝ ટીમે આજે મંગળવારે વહેલી પરોઢે ઉપરોક્ત તમામ ગામની સીમમાં ૧૯ સ્થળ પર સાગમટે દરોડા પાડયા હતા.

મહિલા આરોપી કૈલાશબેન ગોહિલ, ઉર્મિલાબેન ગોહિલ, ચંદાબેન થાપા તેમજ રામસીંગ થાપા, વિજય માળી, સંજય ઠાકરડા, શિવા ઠાકોર, હેતલ વસાવા તેમજ પુજીબેન માળી સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં દારુ અંગેની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પોલીસના દરોડાના પગલે નાસભાગ મચી હતી.




Reporter:







