વડોદરા : કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી આજે સવારે વડોદરા એરપોર્ટ પર આવી પહોચ્યાં હતા. હરણી એરપોર્ટ પર રાહુલ ગાંધીના આગમન વેળાએ વડોદરાના કોગી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પરથી આણંદ જવા રવાના થયા હતા. આણંદમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની ત્રણ દિવસીય શિબિરનું રાહુલગાંધીના હસ્તે ઉદ્ઘાટન છે આ સાથે જ રાહુલગાંધી અમૂલ સભાસદો સાથે પણ સંવાદ કરશે. ત્રણ દિવસીય શિબિરમાં કોંગ્રેસ વિઝન 2027નો રોડમેપ નક્કી કરશે.



Reporter: admin







