News Portal...

Breaking News :

રાહુલ ગાંધીએ આત્મહત્યા કરનાર IPS અધિકારીના પરિવારની મુલાકાત લીધી

2025-10-15 11:19:13
રાહુલ ગાંધીએ આત્મહત્યા કરનાર IPS અધિકારીના પરિવારની મુલાકાત લીધી


IPS અધિકારી વાય. પુરણ કુમારની આત્મહત્યાને સાત દિવસ વીતી ગયા પરંતુ હજુ સુધી પોસ્ટમોર્ટમ થયું નથી.
ચંડીગઢ: હરિયાણાના IPS સિનિયર IPS અધિકારી વાય. પુરણ કુમારની આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. 


રોહતકમાં સાયબર સેલમાં પોસ્ટ કરાયેલા ASIએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. પોલીસને ત્રણ પાનાંની સુસાઇડ નોટ અને સ્થળ પરથી વીડિયો મેસેજ મળ્યો છે.મૃતક ASIએ તેની સુસાઇડ નોટમાં અંતમાં IPS અધિકારી વાય. પુરાણ કુમાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ASIએ લખ્યું છે કે વાય. પુરાણ કુમાર ભ્રષ્ટાચારમાં સામેલ હતા અને જાતિવાદની મદદથી સિસ્ટમ હાઇજેક કરી રહ્યા હતા.નોટમાં લખ્યું, ASIએ કહ્યું હતું કે તેણે "ભ્રષ્ટ પ્રણાલી સામે શહાદત" આપી છે અને પરિવાર સામે વાજબી તપાસની માગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક ASI એક મહત્ત્વપૂર્ણ કેસની તપાસ ટીમનો ભાગ હતા, જે IPS વાય પુરણ કુમારના ગનમેન સુશીલ કુમાર સંબંધિત કેસ સાથે સંબંધિત હતો. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે. 


ફોરેન્સિક ટીમ દ્વારા સુસાઇડ નોટ અને વીડિયોને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.હરિયાણાના સિનિયર IPS અધિકારી વાય. પુરણ કુમારની આત્મહત્યાને સાત દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી પોસ્ટમોર્ટમ થયું નથી. મંગળવારે સવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ IPS અધિકારીના પરિવારની મુલાકાત લીધી અને તેમણે કહ્યું કે હરિયાણા સરકાર આ નાટક બંધ કરે.રાહુલે કહ્યું હતું કે IPS અધિકારીના પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આવું ન થવું જોઈએ. તેમણે હરિયાણા સરકારને અધિકારીઓની ધરપકડ કરવા અને મૃતક IPS અધિકારીનું અપમાન ન કરવા વિનંતી કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કાર્યવાહી કરવા અપીલ કરી હતી.આ દરમિયાન સરકારે DGP શત્રુજીત કપૂરને રજા પર મોકલી દીધા છે

Reporter: admin

Related Post