સવારના લગભગ ૯.૩૦ કલાકે જ સૂરજ માથા પર આવી ગયો હોય એવો કડક તડકો પડી રહ્યો હતો.એટલે નજીક ના અંતરે થી આવતા હોય એવા મતદારો પણ મોટેભાગે દ્વિચક્રી વાહનો લઇને મતદાન કરવા આવી રહ્યા હતા.
મહેશ કોમ્પલેક્ષ પાસે વોર્ડ નં.૧૫ ની કચેરીમાં ત્રણ મતદાન કેન્દ્રો હોવાથી મતદારો ની સંખ્યા વધુ હતી.કેન્દ્રો પર મતદારો ની જેટલી લાઈન હતી તેના થી ક્યાંય મોટી દ્વિચક્રી વાહનો ની કતારો દરવાજા બહારની સડક ની બંને તરફ જોઈ શકાતી હતી.
...
Reporter: News Plus