મુંબઈ :મહારાષ્ટ્રના થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો.

દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે. તેના જવાબમાં કામદારે તેમને કહ્યું કે આ મહારાષ્ટ્ર છે, તેથી અહીં મરાઠી બોલવી પડશે.આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ પછી મંગળવારે પોલીસે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં સાત MNS કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.16 એપ્રિલના રોજ, મહારાષ્ટ્રે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1થી5 ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવામાં આવી હતી.
આ નિર્ણય સામે રાજ્યના ઘણા સંગઠનો અને રાજકીય પક્ષોએ હિન્દીને ફરજિયાત બનાવવાનો વિરોધ કર્યો હતો. આ કારણે, રાજ્ય સરકારે 22 એપ્રિલે હિન્દીને ફરજિયાત બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. પત્રકારો સાથે વાત કરતી વખતે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમની ઇચ્છા મુજબ ત્રીજી ભાષા પસંદ કરી શકશે. હિન્દી ફરજિયાત રહેશે નહીં.
Reporter: admin







