ક્રેમલિન: વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સભ્ય દેશોના પ્રતિનિધિમંડળોના વડાઓ સાથે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
જયશંકર SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ મીટિંગમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા હતા.રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને મંગળવારે સભ્ય દેશો વચ્ચે આર્થિક વિકાસ અને સહયોગ માટે એશિયન સંગઠન તરીકે SCO ની વિશ્વસનીયતા અને પ્રભાવ વધારવા હાકલ કરી હતી. રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિનની અધ્યક્ષતામાં બે દિવસીય બેઠક બાદ ક્રેમલિનમાં SCO સરકારના વડાઓ સાથેની બેઠક દરમિયાન પુતિને આ ટિપ્પણી કરી હતી.પુતિને કહ્યું કે, 'આપણા બધાનો એક સામાન્ય ધ્યેય છે: યુરેશિયાઈ ખંડ અને ખરેખર વૈશ્વિક સ્તરે સૌથી મોટા પ્રાદેશિક સંગઠનોમાંના એક તરીકે SCOની વિશ્વસનીયતા અને પ્રભાવ વધારવાનો. સ્વાભાવિક રીતે, સંગઠનના સભ્ય દેશો વચ્ચે નક્કર વ્યવહારુ કાર્યો નક્કી કરવામાં અને બહુપક્ષીય સહયોગને વિસ્તૃત કરવામાં સરકારોની ખાસ ભૂમિકા હોય છે.
રશિયન રાષ્ટ્રપ્રમુખ સાથેની તેમની મુલાકાત અંગે એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, 'આજે બપોરે રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે SCO પ્રતિનિધિમંડળના અન્ય વડાઓ સાથે મુલાકાત કરી.'રશિયાની મુલાકાત દરમિયાન એસ. જયશંકરે રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન અને રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે પણ મુલાકાત કરી હતી.ક્રેમલિનમાં યોજાયેલી આ બેઠકમાં રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન, ઈરાનના ઉપરાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ રઝા આરિફ, બેલારુસના વડાપ્રધાન એલેક્ઝાન્ડર તુર્ચિન, કઝાકિસ્તાનના વડાપ્રધાન ઓલજસ બેક્ટેનોવ, કિર્ગિસ્તાનના વડાપ્રધાન અદિલબેક કાસિમાલિયેવ, તાજિકિસ્તાનના કોખિર રસુલઝોદા પણ ઉપસ્થિત હતા
Reporter: admin







