પ્યોંગયાંગ: રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમિર પુતિને ઉત્તર કોરિયા સાથે દેશની વ્યૂહાત્મક ભાગીદારી પરના એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
શનિવારે પ્રકાશિત એક આદેશ અનુસાર કરારમાં પરસ્પર સંરક્ષણની જોગવાઈ પણ સામેલ છે. હકીકતમાં, જૂનમાં પ્યોંગયાંગમાં શિખર સંમેલન બાદ પુતિન અને નોર્થ કોરિયાના નેતા કિંમ જોંગ ઉન દ્વારા કરવામાં આવેલા આ કરારમાં સશસ્ત્ર હુમલાની સ્થિતિમાં એકબીજાની મદદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.રશિયાના ઉપલા ગૃહે આ અઠવાડિયે કરારની પુષ્ટિ કરી.
જોકે, નીચલા ગૃહે ગત મહિને તેનું સમર્થન કર્યું હતું. બંને ગૃહમાં મંજૂરી બાદ હવે આ કરાર કાયદો બની ગયો છે. તેને રશિયાએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કર્યો છે. આ કરાર મોસ્કો અને પ્યોંગયાંગ વચ્ચે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપે છે, કારણ કે રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર પોતાનો પૂર્ણ હુમલો કર્યો હતો.
Reporter: admin