News Portal...

Breaking News :

પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજજી દ્વારા ધાર્મિક સેવા સાથે સામાજિક કાર્યો થકી સમાજને મજબૂત કરવાનો પ્રયાસ અભિનંદનને પાત્ર છે – મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

2024-06-18 17:29:34
પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજજી દ્વારા ધાર્મિક સેવા સાથે સામાજિક કાર્યો થકી સમાજને મજબૂત કરવાનો પ્રયાસ અભિનંદનને પાત્ર છે – મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ



વૈષ્ણવાચાર્ય પૂજ્ય મહારાજની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષયમાં VYO દ્વારા કાર્યરત જલ સંરક્ષણ અભિયાન અંતર્ગત ગુજરાતના ગામોમાં 75 રિચાર્જ બોરવેલ કાર્યરત કરવાના અભિયાનને સાકાર કરવાનો અભિગમ સાકાર થઇ રહ્યો છે ત્યારે આજ રોજ ગાંધીનગરના સિવિલ કેમ્પસ સ્થિત GMERS મેડિકલ કોલેજ ઑડિટોરિયમ ખાતે ગુજરાતના ગાંધીનગર, રાજકોટ તથા જામનગર જિલ્લાના 31 ગામોમાં કાર્યરત બનેલા રિચાર્જ બોરવેલ લોકાર્પણ થયા બાદ, VYO ના તત્વાવધાનમાં નિર્માણ પૂર્ણ થઈ ગયેલ 44 વધુ બોરવેલ લોકાર્પણ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં આયોજિત આ સમારંભમાં મુખ્ય અતિથિ તથા ઉદઘાટક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી શ્રીમાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બોરવેલનું ડિજિટલ લોકાર્પણ સંપન્ન થયું હતું.


ગાંધીનગર જિલ્લાના ચંરૂલા, બાલવા, ડભોડા, છાલા, દશેલા, જગુદણ, મોતીપુરા, ટીંડોળા, સોનારડા, નારદીપુર, અને લીંબડીયા,  તેમજ અમરેલી જિલ્લાના સૂર્યપ્રતાપગઢ, અનિડા, નવા ઉજળા, વડેરા, વરૂડી, પ્રતાપપરા, નાના આંકડીયા, શેડુભાર, ઈશ્વરીયા, વરસડા, કેરીયાનાગસ, મતીરાળા, સલડી, લાલાવદર, દેવરાજીયા, મોટા દેવળીયા, ગાળ કોટડી, તથા ખાખરીયા , જુનાગઢ જિલ્લાના ઇવનનગર, ગોલાધર, મજેવડી, પત્રાપસર, માખીયાળા, આંબલીયા, જાલણસર, વાણંદિયા, વડાદ, ચોકલી, અલિન્દ્રા, અરણીયાળા, હાથરોટા, થાણાપીપળી, અજાબ, તેમજ સાબરકાંઠા જિલ્લાના બે ગામોમાં રિચાર્જ બોરવેલ કાર્યરત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગ ના મુખ્ય સેવાર્થી પ્રદીપભાઈ ધામેચા, વીણાબેન ધામેચા ખાસ લન્ડન (UK) થી ઉપસ્થિત રહ્યા હતા તથા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, હિતેષભાઇ મકવાણા મેયર ગાંધીનગર મહાનગરપાલિકા,રીટાબેન કેતનકુમાર પટેલ ધારાસભ્ય ગાંધીનગર (ઉત્તર), કેયુરભાઈ રોકડિયા ધારાસભ્ય  સયાજીગંજ વડોદરા, આ સાથે જ બીપીનભાઈ સોની સોનીઝ બિલ્ડર અમદાવાદ, કિરીટભાઈ શાહ SVVP ગુજરાત પ્રમુખ, શૈલેષભાઈ પટવારી પૂર્વ ચેરમેન જીસીસીઆઈ, નીતિનભાઈ પટેલ-ટ્રસ્ટી VYO, કાંતિભાઈ સુદાણી- ટ્રસ્ટી VYO, દક્ષેશભાઈ શાહ, પ્રદીપભાઈ ગગલાની, જશવંતભાઈ ગાંધી તેમજ અનેક સામાજિક અગ્રણી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.માનનીય મુખ્યમંત્રી  VYO અંતર્ગત 44 બોરવેલ ના લોકાર્પણ પ્રસંગના અનુસંધાનમાં ઉદબોધનમાં કરતા જણાવ્યું કે VYO ના સંસ્થાપક અને વૈષ્ણવાચાર્ય પૂજ્ય  વ્રજરાજકુમારજી નાં ધાર્મિક અને સમાજ સેવાના કાર્યની સરાહના કરી હતી. સરકાર દ્વારા બોરવેલની વ્યવસ્થા તો થઈ છે પણ એના રિચાર્જનો વિચાર આવવો એ ખૂબ ઉમદા છે, પાણી બચાવી પાણીદાર ગુજરાતની વાત કરી. એમણે એ પણ જણાવ્યું કે આપણે પાણીને ઉત્પન્ન નથી કરી શકતા તો એને બચાવવાનું આ ઉમદા કાર્ય વ્રજરાજકુમારજી મહોદય અને આ સંગઠન ને આવ્યું તે ખૂબ પ્રશંસાને પાત્ર છે. કારણ કે કોરોના સમયમાં આપણે સૌએ જોયું કે મફત મળતી વસ્તુ ની આપણે કિંમત નથી કરતા પણ કોરોના સમયમાં આપણને ખબર પડી ગઈ કે ઓક્સિજનનું કેટલું મહત્વ છે ગમે તેટલા પૈસા હશે, સગવડો હશે, છતાં કુદરત દ્વારા અપાતી વસ્તુ ની કિંમત આપણે ન કરીએ, ઓક્સિજન ન હોય તો શું થાય? માટે આપણને મફત મળેલ જીવન જરૂરીયાતમાં પાણીનું મહત્વ અને એની બચત આજે ભવિષ્યમાં સંકટ આવે એ પહેલા VYO અને આચાર્યએ સમજી ચૂક્યા છે અને પાણી પહેલા પાળ બાંધી છે આવો ધારદાર ગુજરાતમાં હું આપ સૌને અભિનંદન આપું છું.


પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજએ પોતાના આશીર્વચન દરમ્યાન આ પ્રસંગને યાદગાર બનવા પાછળનું કારણ દર્શાવ્યું હતું કે આજે નિર્જળા એકાદશી છે અને 18 તારીખ છે. 18 એટલે 1 + 8 = 9 શુભ આંકડો છે, એકાદશી 1 + 1 = 2 બંનેનો સરવાળો 11 જ રહે છે જે શુભ નું સૂચન કરે છે અને નિર્જળા એકાદશી કે જે બધી એકાદશીમાં સૌથી મહત્વની ફળદાઈ છે, આવા દિવસે ઉપસ્થિત રહીને સમયનું યોગદાન આપેલ સર્વને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા. આજનો પ્રત્યેક નાગરિક પ્રકૃતિને સંરક્ષિત કરવાના કાર્યમાં મજબૂતાઈ થી જોડાઈ જાય તો ભવિષ્યની પેઢીઓને સુરક્ષતિ જીવનશૈલી પ્રદાન કરવામાં વર્તમાનનો બહુ મોટો ભાગ ભજવાશે. પૂજ્ય મહારાજએ  કુવાના પાણીનું મહત્વ સમજાવ્યું જે આપણી સંસ્કૃતિ છે પાણીના ઉભા ગ્લાસ અને બોટલો પોર્ટુગલ જેવી પાશ્ચાત સંસ્કૃતિમાંથી આવેલું કલ્ચર છે. ઉભા વાસણ ના જલમાં એક સ્ટ્રેસ રહેલું હોય છે શાંત નથી હોતું, જ્યારે કૂવામાં કે લોટામાં રહેલું જલ શાંત હોય છે જે પીવાથી સ્ટ્રેસ દૂર થાય છે. આ એક સાયન્સની પણ સમજ આપી. આપણે પણ આપણા વડવાઓની જેમ લોટામાં પાણી પીવું જોઈએ આમ પૂજ્ય શ્રી એ આપણી જૂની સંસ્કૃતિને પાછી લાવવાનું અને જનજન સુધી એનો લાભ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ થકી ખેતીમાં, પાણીના બચાવમાં અને પાણીની ગુણવત્તા વધારવાના પ્રયાસમાં રિચાર્જ બોરવેલની અહેમ ભૂમિકા રહેશ.VYO દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ઉપલક્ષ્યમાં આરંભાયેલા આ સેવા યજ્ઞના પ્રથમ ચરણમાં જયારે 31 રિચાર્જ બોરવેલ ગુજરાતના 31ગામોમાં લોકાર્પિત થયા હતા અને એ જ પ્રકારે આજે ગુજરાતના અન્ય 44 ગામોમાં આ રિચાર્જ બોરવેલ કાર્યરત કરીને ભારતના અમૃત મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રને 75 રિચાર્જ બોરવેલની સેવા ભેટ સમર્પિત થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે જળ, વાયુ પરિવર્તન જે વૈશ્વિક સમસ્યા છે અને દેશ અને રાજ્યમાં જળ સંસાધનોના ઘટાડાને ગંભીર સમસ્યારૂપે એની નોંધ લઇને એ દિશામાં પ્રતિબદ્ધતાથી કાર્ય કરવાના અભિગમ સાથે  VYO દ્વારા કાર્યરત જળ સંરક્ષણ અભિયાન દ્વારા ગુજરાતના 50,000 ઘરોમાં વરસાદી પાણીને સંગ્રહ કરવાનું અભિયાન સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યું છે.

Reporter: News Plus

Related Post