દિલ્હીઃ મહાકુંભમાં મૌની અમાસના દિવસે થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુનાં મૃત્યુ થયા હતા. ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં નાસભાગ સ્ટેટસ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીની જનહિતની અરજી દાખલ કરી છે. ધાર્મિક આયોજનોમાં આવી ઘટનાઓ ન બને તે માટેની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.અરજીમાં તમામ રાજ્યોમાં કુંભ મેળા વિસ્તારમાં તમામ રાજ્યોના સુવિધા સેન્ટર ખોલવાની માંગ કરવામાં આવી છે. ઉપરાત આવા આયોજનમાં વીઆઈપી મૂવમેન્ટ મર્યાદિત કરવામાં આવે અને મહત્તમ જગ્યા આમ આદમી માટે રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત અરજીમાં મોટા ધાર્મિક આયોજનમાં નાસભાગથી બચવા અને લોકોને યોગ્ય જાણકારી આપવા માટે દેશની અગ્રણી ભાષાઓમાં ડિસ્પ્લે બોર્ડ લગાવવા, મોબાઇલ તથા વોટ્સએપ પર રાજ્યોના મુસાફરોની જાણકારી આપવા પણ જણાવાયું છે.મહાકુંભમાં આજથી 5 મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે. કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે, શ્રદ્ધાળુઓ સરળતાથી આવી-જઈ શકે તે માટે વન વે રોડ પોલિસી લાગુ, પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લામાંથી આવતા વાહનોને સરહદ પર જ અટકાવી દેવાશે તેમજ શહેરમાં ફોર વ્હીલરની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Reporter: admin