News Portal...

Breaking News :

પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને ઈન્ડિયા ગેટ સામે વિરોધ પ્રદર્શન બેરીકેડ તોડી પોલીસ પર હુમલો

2025-11-24 10:07:39
પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને ઈન્ડિયા ગેટ સામે વિરોધ પ્રદર્શન બેરીકેડ તોડી પોલીસ પર હુમલો


દિલ્હી : રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને ઈન્ડિયા ગેટ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, પરંતુ આ દેખાવમાં એક ચોંકાવનારો અને અસામાન્ય વળાંક આવ્યો છે. 


દેખાવકારોએ જ્યારે તેમને વિખેરવાનો પ્રયાસ કરાયો ત્યારે પોલીસ પર પેપર સ્પ્રેથી હુમલો કર્યો હતો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આટલું જ નહીં, દેખાવકારોએ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.દિલ્હીની અત્યંત ખરાબ હવા ગુણવત્તાને દૂર કરવા માટે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરનારાઓ ઈન્ડિયા ગેટ પાસે સી-હેક્સાગોનમાં એકઠા થયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક વિરોધીઓ સી-હેક્સાગોનમાં પ્રવેશ્યા અને અવરોધ પાર કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પાછળ ઘણી એમ્બ્યુલન્સ અને ડોકટરો ફસાયેલા છે અને તેમને રસ્તો છોડવાની જરૂર છે.


જો કે, દેખાવકારો ઉશ્કેરાઈ ગયા અને બેરિકેડ ઓળંગીને રસ્તા પર બેસી ગયા. જ્યારે પોલીસની ટીમે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેટલાક વિરોધીઓએ પોલીસકર્મીઓ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો. આ હુમલામાં ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. બાદમાં પોલીસે વિરોધીઓને સી-હેક્સાગોનથી દૂર કર્યા હતા.ડેપ્યુટી પોલીસ કમિશનર (નવી દિલ્હી) દેવેશ કુમાર મહાલાએ આ ઘટનાને 'ખૂબ જ અસામાન્ય' ગણાવી હતી. તેમણે કહ્યું, 'આ પહેલી વાર છે જ્યારે વિરોધીઓએ ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થા અધિકારીઓ પર આ રીતે હુમલો કર્યો છે.'

Reporter: admin

Related Post