આણંદ :પહેલગામ આતંકી હુમલાને લઈને દેશભરમાં પાકિસ્તાન સામે આક્રોશ વચ્ચે આણંદમાં મંદિરના પગથિયા પર પાકિસ્તાની ઝંડો લગાવતા વિરોધ થયો હતો.આમંદના અંબિકા ચોકમાં આવેલા અંબા માતાના મંદિરના પગથિયા પર પાકિસ્તાનનો ઝંડો લગાવીને લોકોએ પાકિસ્તાન સામે આક્રોશ ઠાલવ્યો હતો.

જગદીશ નાથાણી નામના શખ્સે પાકિસ્તાનનો ઝંડો ઉખેડી નાખતા રોષ જોકે જગદીશ નાથાણી નામના શખ્સે પગથિયા પર લગાવાયેલા પાકિસ્તાનનો ઝંડો ઉખેડી નાખતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો..તેમજ જગદીશ નાથાણી પાકિસ્તાન સમર્થક હોવાનો હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો.
જગદીશ નાથાણી નામના શખ્સના મતે વિરોધ મંદિરમાં ન હોય. મંદિરની બહાર વિરોધ કરવો જોઈએ અને આથી તેમણે મંદિરના પગથિયા પર રહેલો પાકિસ્તાની ઝંડો ઉખાડીને ફેંકી દીધો હતો.
Reporter: admin