વડોદરા : શહેરની આસપાસના સાત ગામડાઓ ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉડેરા, કરોડીયા અને વડદલા ગ્રામ પંચાયતના કર્મચારીઓનો પાલિકામાં સમાવેશ કરવા તથા સેવાકીય બાબતો/નિયમો લાગુ કરવા મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના જાહેરનામા મુજબ, તા.18-07-2020થી વડોદરા શહેરની આસપાસના સાત ગામડાઓ ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉંડેરા, કરોડીયા અને વડદલાનો વડોદરા શહેરના હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ છે. તદ્દઅનુસાર સાત ગામડાઓ ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉડેરા, કરોડીયા અને વડદલા ગ્રામ પંચાયતના કર્મચારીઓ પાલિકામાં ફરજ બજાવે છે. સા.વ.વિભાગ હુકમ મુજબ તા.9-12-2023 અન્વયે ઉકત ગ્રામ પંચાયતોના દહાડિયા સફાઈ સેવકોનો માનવદિનમાં સમાવેશ કરવામાં આવેલ છે. તે મુજબ પગાર મેળવે છે. જયારે બાકીના કર્મચારીઓ મુળ ગ્રામ પંચાયતમાં મળતો પગાર મેળવે છે. વડોદરા શહેર હદ વિસ્તારમાં સમાવિષ્ટ ઉકત 7 ગ્રામ પંચાયતના કૂલ 352 કર્મચારીઓની પ્રમાણિત યાદી જીલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત વડોદરા ધ્વારા અત્રે રજુ કરેલ છે. યાદી મુજબ જે તે ગ્રામ પંચાયત ધ્વારા નામ જોગ નિમણૂક ઠરાવ કરીને ફરજ પર રાખવામાં આવેલ હોય તેવા 222 કર્મચારીઓ છે.
ગ્રામ પંચાયત ધ્વારા નામ જોગ નિમણૂક ઠરાવ કર્યા સિવાયના 130 કર્મચારીઓ છે.જે તે ગ્રામપંચાયત દ્વારા નામજોગ નિમણૂક ઠરાવ કરી ફરજ પર રાખવામાં આવેલ હોય તેવા 222 કર્મચારીઓ જણાવેલ છે. તેઓને ગ્રામ પંચાયતના હાલના હોદ્દા જેવા જ હોદ્દા મહાનગર પાલિકામાં હોય અને તે હોદ્દાની નિયત થયેલ લાયકાત ધરાવતા હોય તે હોદ્દા પર અનુરૂપ પગાર પાયરી સહ અન્યથા નિયત લાયકાત ધરાવતા ન હોય તો તેઓને હાલના હોદ્દાની નીચે પાલિકામાં હયાત જગ્યાની નિયત લાયકાત ધરાવતા જગ્યાની નિયત લાયકાત ધરાવતા હોદ્દા મુજબનો હોદ્દો આપવા તેમજ જે હોદ્દા માટે કોર્પોરેશનમાં લાયકાત ઠરાવેલ ન હોય તેવા હોદ્દા માટે માત્ર પગાર પાયરીને ધ્યાનમાં રાખી સમકક્ષ પગાર પાયરીમાં સમાવેશ કરવા યોગ્ય જણાય છે.
Reporter: admin







