દિલ્હી : સંસદ પરિસરમાં ધક્કામુક્કી કાંડ બાદ લોકસભા અધ્યક્ષે મોટો નિર્ણય લીધો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સાંસદો અને રાજકીય દળોના નેતાઓના સંસદના ગેટ પર પ્રદર્શન કરવા પર રોક લગાવી દીધી છે.
ધક્કામુક્કી કાંડમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ દિલ્હી પોલીસે એફઆઇઆર પણ નોંધી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર પોલીસ હજુ પણ વિચારી રહી છે. નોંધનીય છે કે, બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા વિવાદ પર વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદોએ ગુરુવારે (19 ડિસેમ્બર) સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યો હતો. જે દરમિયાન તેમની વચ્ચે ધક્કામુક્કી થઇ હતી.
રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. દિલ્હી પોલીસના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, ભાજપની ફરિયાદના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ ગાંધી પર BNS ની કલમ 115 (સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું), કલમ 117 (સ્વેચ્છાએ ગંભીર ઇજા પહોંચાડવી), કલમ 125 (અન્યની સુરક્ષાને જોખમમાં મૂકવી), કલમ 131 (ગુનાહિત બળનો પ્રયોગ), કલમ 351 (ફોજદારી ધમકી), કલમ 3(5) (સામાન્ય ઉદ્દેશ્યથી કામ કરવું) હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.
Reporter: admin