News Portal...

Breaking News :

કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ તરીકે પ્રખ્યાત પ્રોફેસર વૈદ્યેસ્વરન રાજારામનનું નિધન

2025-11-10 10:57:54
કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ તરીકે પ્રખ્યાત પ્રોફેસર વૈદ્યેસ્વરન રાજારામનનું નિધન


દિલ્હી: ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના 'પિતામહ' તરીકે પ્રખ્યાત પ્રોફેસર વૈદ્યેસ્વરન રાજારામનનું શનિવારે ૯૨ વર્ષની વયે ટાટાનગર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું હતું. તેમના વિદ્યાર્થીઓમાં ટીસીએસના પહેલા સીઈઓ ફકિર ચંદ કોહલી અને ઈન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ટેક્નોલોજીકલ ક્રાંતિનો પાયો નાંખ્યો હતો.


પ્રો. રાજારામનું ૯૨ વર્ષની ઉંમરે વય સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું હતું. વધતી વય સાથે તેઓ અનેક બીમારીઓથી પીડિત હતા. તેમનો જન્મ ૧૯૩૩માં તમિલનાડુના ઈરોડમાં થયો હતો.  પ્રો. રાજારામને ૧૯૬૫માં આઈઆઈટી કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સમાં પહેલો ફોર્મલ શૈક્ષણિક અભ્યાસક્રમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે દેશમાં ટેક્નોલોજીકલ ક્રાંતિ માટે પાયારૂપ કામ કર્યું હતું. તેમણે ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રને આકાર આપવામાં છ દાયકાથી વધુનો સમય સમર્પિત કર્યો હતો. આ સમયમાં તેમણે અનેક સિદ્ધિઓ મેળવી હતી. 


ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ તેમને દરેક વિદ્યાર્થીના ગાર્ડિયન તરીકે માનતા હતા. તેમના દૂરદર્શીપૂર્ણ વિઝનના પગલે સાયન્સ અને કોમર્સના સ્નાતકો માટે માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ પ્રોગ્રામની શરૂઆત કરાઈ હતી, જે આજે ઊભરી રહેલા આઈટી ઉદ્યોગમાં મહત્વની માનવ સંશાધનોની સમસ્યાને દૂર કરે છે.તેઓ ૧૯૮૭માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સલાહકાર પરિષદ દ્વારા રચાયેલી સમિતિનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું. આ સિવાય તેમણે ૧૯૮૭માં વડાપ્રધાનની જાહેરાત સલાહકાર પરિષ્દે રચાયેલી સમિતિનું અધ્યક્ષપદ કર્યું. દેશમાં કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ ભારત સરકારે ૧૯૮૭માં તેઓ વડાપ્રધાનની વિજ્ઞાાન સલાહકાર નિયુક્ત થયા હતા

Reporter: admin

Related Post