News Portal...

Breaking News :

મુખ્યમંત્રી સહિત ત્રણ મહિલા, એક મુસ્લિમ સહિત 26 મંત્રીઓના શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા હાજર

2025-11-20 13:12:27
મુખ્યમંત્રી સહિત ત્રણ મહિલા, એક મુસ્લિમ સહિત 26 મંત્રીઓના શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા હાજર


પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે NDA સરકારની રચના થઈ છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં જનતા દળ યુનાઈટેડના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રેકોર્ડબ્રેક 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 


બિહારના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાને તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.નીતિશ કુમારની સાથે તેમની કેબિનેટમાં કુલ 26 મંત્રીઓ રહેશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના 14, જનતા દળ યુનાઈટેડના 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા. 26માંથી ત્રણ મહિલા મંત્રી છે જ્યારે એક મુસ્લિમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા. 


શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા તથા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા કેટલાક કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા. નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચ્યો. તેઓ નવેમ્બર 2005માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તે બાદ તેમણે 2010, 2015માં બે વખત, 2017, 2020, 2022માં બે વખત અને 2024માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

Reporter: admin

Related Post