વારાણસી : લોકસભા ચૂંટણી 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહેશે.
વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ જશે અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા ગંગા નદીમાં ડુબકી લગાવી તેઓ સવારે 10.45 વાગ્યે નોમિનેશન ભરતા પહેલા NDA નેતાઓ સાથે બેઠક કરશે. આ પછી વડાપ્રધાન સવારે 11.40 કલાકે વારાણસી લોકસભા બેઠક પરથી નામાંકન ભરશે.
ઉમેદવારી પત્ર ભર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ જવા રવાના થશે. નોંધનીય છે કે આ બેઠક માટે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે.
Reporter: News Plus