News Portal...

Breaking News :

અવારનવાર એનડીપીએસના ગુના આચરતા 2 રીઢા શખ્સો સામે PREVENTION OF ILLICIT TRAFFIC ની કાર્યવાહી

2025-09-09 09:47:57
અવારનવાર એનડીપીએસના ગુના આચરતા 2 રીઢા શખ્સો સામે PREVENTION OF ILLICIT TRAFFIC ની કાર્યવાહી


શહેરમાં અવારનવાર એનડીપીએસ ના ગુના આચરતા 2 રીઢા શખ્સો સામે PREVENTION OF ILLICIT TRAFFIC એટલે કે PIT ની કાર્યવાહી કરાઇ છે. 


શહેર એસઓજી પોલીસે એનડીપીએસ એક્ટના એવા આરોપી કે જે કોર્ટ દ્વારા જામીન મેળવ્યા પછી પણ એનડીપીએસ એક્ટ ને લગતી અસામાજીક પ્રવૃત્તી કરતા હોય તેમની સામે તપાસ શરુ કરી હતી. આવા શખ્સોને એનડીપીએસ એક્ટના કાયદાની કલમ 3 (1) મુજબ અટકાયત કરીને 2 વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઇ છે અને આ મામલે શહેર એસઓજી પોલીસે તપાસ કરીને ફૈસલ ઉર્ફે માંજરો અબ્બાસ પટેલ (રહે, રોશન ફ્લેટ, વાસણા રોડ) તથા આદીબ અબ્દુલ પટેલ (રહે, શકીલા પાર્ક, તાંદલજા રોડ) વિરુદ્ધ એનડીપીએસના ગુનાહીત ઇતિહાસને ધ્યાનમાં રાખીને તેમની સામે PREVENTION OF ILLICIT TRAFFIC એટલે કે PIT ની કાર્યવાહી કરાઇ હતી. 


ફૈસલ ઉર્ફે માંજરા સામે જેપી રોડ પોલીસમાં 2 ગુના નોંધાયેલા છે જ્યારે આદીબ પટેલ સામે પણ જેપી રોડ પોલીસમાં 2 ગુના નોંધાયેલા છે.બંને સામે PREVENTION OF ILLICIT TRAFFIC એટલે કે PIT નું પ્રપોઝલ તૈયાર કરીને એનડીપીએસ સેલ ગાંધીનગર ખાતે મોકલાઇ હતી. એનડીપીએસ સેલ ગાંધીનગર દ્વારા ફૈસલને પોરબંદર જેલમાં તથા આદીબ પટેલને ભુજ જેલમાં મોકલી આપવાનો હુકમ કરાયો હતો

Reporter: admin

Related Post