વડોદરામાં આજે વકીલોના સૌથી મોટા સંગઠન 'વડોદરા વકીલ મંડળ' ની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઈ રહી છે.

સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે, જેમાં કુલ 4,531 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવું નેતૃત્વ પસંદ કરશે. આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ છે કે, વડોદરાના ઈતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત મતદાન અને ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર સહિતના મહત્વના પદો માટે કુલ 37 ઉમેદવારો મેદાનમાં છે.

ચૂંટણીને લઈને કોર્ટ સંકુલમાં સવારથી જ ભારે ઉત્સાહ અને ચહલપહલ જોવા મળી રહી છે. ઉમેદવારો અને તેમના સમર્થકો વહેલી સવારથી જ મતદારોને રીઝવવા માટે સક્રિય બન્યા છે. મતદાન પૂર્ણ થયા બાદ મોડી રાત સુધીમાં મત ગણતરી પૂર્ણ કરી વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.





Reporter: admin







