News Portal...

Breaking News :

ગોત્રી વિસ્તારમાં કુણાલ ચાર રસ્તા પાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી

2025-08-22 10:03:29
ગોત્રી વિસ્તારમાં કુણાલ ચાર રસ્તા પાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી


વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત 



નડતરરૂપ દબાણ હટાવતા દબાણ કરતાઓમાં ફફડાટ 
વડોદરા શહેરમાં ગેરકાયદેસર અને ટ્રાફિકને નડતરરૂપ દબાણ કરતાં દ્વારા કરવામાં આવતો હોય છે જેને લઇને ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવતી હોય છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા દબાણ અને સ્વીકૃતિ શાખા દ્વારા બોર્ડ નવમાં આવેલ કુણાલ ચાર રસ્તા પાસે સ્પેસ કોમ્પ્લેક્સ સિગ્નેટ પ્લાઝા થી ગુણાતીત ફ્લેટની પાર્કિંગની માર્જિનની જગ્યામાં આવતા તમામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


વોર્ડ નંબર 8 અને 12 માં આવેલ વિસ્તારમાં ચકલી સર્કલ થી જેતલપુર રોડ ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત ટ્રાફિકને નડતરરૂપ દબાણ મહાનગરપાલિકાની દબાણ શાખાને ટીમે કર્યું હતું મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં અગાઉ પણ પાર્કિંગ અને ટ્રાફિકની બાબતને લઈને હત્યા જેવા બનાવો બની ચૂક્યા છે ત્યારે ફરી એકવાર મહાનગરપાલિકાની દબાણ શાખા ની ટીમે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Reporter: admin

Related Post