ગાંધીનગર: ઝુંડાલ રોડ પર વહીવટી તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દબાણ આશરે 100 વાર જેટલું અને વર્ષો જૂનું હતું. મળતી માહિતી મુજબ, વહીવટી તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીકલ બાલાપીર દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે દરગાહનું વર્ષો જૂનું 100 વાર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. ધાર્મિક દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ આ કામગીરી દરમિયાન હાજર રહ્યા હતા.
Reporter: admin







