News Portal...

Breaking News :

ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા GPSC તાલીમ સેન્ટર અંગે પ્રેસ કોન્ફરન્સ

2025-09-12 16:00:46
ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા GPSC તાલીમ સેન્ટર અંગે પ્રેસ કોન્ફરન્સ


GPSC ઉમેદવારો માટે ઇન્દુ ફાઉન્ડેશન લાવશે નવું તાલીમ કેન્દ્ર – પ્રવેશ પરીક્ષા અંગે વિગતવાર માહિતી જાહેર


વડોદરા: ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં શરૂ થનાર GPSC તાલીમ સેન્ટર તેમજ તેની પ્રવેશ પરીક્ષા વિષે વિસ્તૃત માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, મેયર પીન્કીબેન સોની તથા ભા.જ.પા.શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઇન્દુ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ તાલીમ સેન્ટર વડોદરાના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટેની તૈયારીમાં માર્ગદર્શન પૂરું પાડશે. 


વિશેષ કરીને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી, મૉક ટેસ્ટ, નિષ્ણાતોની માર્ગદર્શિકા અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. પ્રવેશ માટેની પરીક્ષા તથા તેના માપદંડ અંગેની વિગતવાર માહિતી આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે. ફાઉન્ડેશનના પ્રયાસોથી શહેરના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માર્ગદર્શન મળશે અને તેઓને ભવિષ્યના કારકિર્દી નિર્માણમાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Reporter: admin

Related Post