News Portal...

Breaking News :

આત્માનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ

2025-10-10 14:15:39
આત્માનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ


આત્માનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જય પ્રકાશ સોની એ પત્રકાર પરિષદ યોજી.



ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે, કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે. આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મુક્યો હતો, તેમને જણાવ્યું કે, 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે. દેખા-દેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. 


પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી ના અઘ્યક્ષ એ જનતાને અપીલ કરી હતી કે, હંમેશા સ્વદેશી અપનાવવું જોઇએ જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ. ભાજપ ના અઘ્યક્ષ એ જણાવ્યું કે, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે, સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાથી ઈમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે. ભારત હવે આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે. આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધારશે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવાશે. ખાદીનું વેચાણ વધીને 1.70 લાખ કરોડનું થયુ છે. GSTના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે. આ કાર્યકમમાં વડોદરાના સાંસદ, મેયર, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, ડે. મેયર, સ્થાઈ સમિતિના ચેરમેન, સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતા.

Reporter: admin

Related Post