News Portal...

Breaking News :

રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો?

2024-07-18 10:07:21
રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો?



બેજીંગ: ચીનના સોશિયલ મીડિયા પર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાનની ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયાની ચર્ચા મુજબ, CCP મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો.


સમર્થન નથી,પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.ચીનની રાજનીતિ માટે આ બેઠક ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ વર્ષમાં એક વખત યોજાતી આ બેઠકમાં ચીનની ભાવિ દિશા નક્કી કરવામાં આવે છે. આ CCP બેઠક સોમવારથી શરૂ થઈ હતી અને ગુરુવારે સમાપ્ત થવાની હતી.ચીનની અર્થવ્યવસ્થાએ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે અને તેના કારણે ચીનના રાષ્ટ્રપતિ પર દબાણ વધી રહ્યું છે.15મી જુલાઈએ ચીનની સરકારે બીજા ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા હતા, જેમાં વિકાસ દર 4.7 ટકા હતો. 


આ આંકડા અપેક્ષા કરતા ઘણાં ઓછા હતા. પ્રથમ ક્વાર્ટરમાં આ દર 5.3 ટકા હતો.આ ચિંતા વચ્ચે શી જિનપિંગે એક બેઠક બોલાવી છે, જેમાં ચીનની ઘટતી અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકને થર્ડ પ્લેનમ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં દેશની આર્થિક નીતિઓ પર ચર્ચા કરવામાં આવી છે. હાલમાં ચીનની કથળતી અર્થવ્યવસ્થા તેના માટે કોઈ મોટા પડકારથી ઓછી નથી. આવી સ્થિતિમાં ચીન અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

Reporter: admin

Related Post