અંબાલા: ભારતના રાષ્ટ્રપતિ અને સૈન્યની ત્રણેય પાંખોના વડા દ્વોપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનથી રફાલ ફાઇટર પ્લેનમાં બેસીને ઉડાણ ભરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મુર્મુએ જે રફાલ ફાઇટર પ્લેનમાં બેઠા હતા તે વિમાન ગુ્પ કેપ્ટન અમિત ગેહાનીએ ચલાવ્યું હતું. આ દરમિયાન વાયુ સેના પ્રમુખ અને એર ચીફ માર્શલ એપી સિંહે પણ અલગ રફાલ વિમાનમાં બેસીને ઉડાણભરી હતી. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિનું ફાઇટર પ્લેન ૩૦ મીનિટ સુધી હવામાં ઉડયું હતું. એરફોર્સ સ્ટેશન પર ફાઇટર પ્લેન પાછુ ફર્યુ તે પહેલા ૨૦૦ કિમીનું અંતર કાપ્યું હતું.
ઉડાણ દરમિયાન વિમાનની ઝડપ ૭૦૦ કિમી પ્રતિ કલાક હતી. રાષ્ટ્રપતિ અગાઉ ૨૦૨૩માં સુખોઇ એસયૂ ૩૦ એમકેઆઇ ફાઇટર પ્લેનમાં પણ ઉડાણનો અનુભવ લઇ ચુકયા છે. પૂર્વ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલ ૭૪ વર્ષની ઉંમરે ૨૦૦૯માં સુખોઉ એસ યૂ ૩૦ એમકેઆઇમાં ઉડાણ ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ એપીજે અબ્દુલ કલામ ફાઇટર પ્લેનમાં બેસીને ઉડાણ ભરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
Reporter: admin







