News Portal...

Breaking News :

ભારતને ઈ10 સિરીઝની બુલેટ ટ્રેન આપવાની રજૂઆત

2025-08-30 10:32:07
ભારતને ઈ10 સિરીઝની બુલેટ ટ્રેન આપવાની રજૂઆત


અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું મહત્ત્વનું ભાગીદાર જાપાન બનશે
ટોકિયોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની સંયુક્ત ભાગીદારીના ભાગરુપે દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે. 


જાપાનની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) ભારત અને જાપાન વચ્ચેની સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના છે. અમારો લક્ષ્યાંક તો ગણતરીના વર્ષોમાં લોકોને સર્વિસ પૂરી પાડવાની યોજના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવાની સાથે દેશના કુલ સાત હજાર કિલોમીટરના વિસ્તારમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું નેટવર્ક નિર્માણ કરવાનો લક્ષ્યાંક છે.બે વર્ષ પછી બંને દેશ વચ્ચે એક સમજૂતીમાં કરાર કરવામાં આવ્યા છે, જે અન્વયે જાપાને આ યોજનામાં 80 ટકા સોફ્ટ લોન આપવાની મંજૂરી આપી છે. 


જોકે, એના થોડા વર્ષો પછી ધીમે ધીમે પ્રોજેક્ટમાં રફતાર પકડી છે. પહેલા ફેઝમાં 2027 સુધીમાં ગુજરાતમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે 508 કિલોમીટરના કોરિડોરમાં 2028 સુધીમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન 2 કલાક સાત મિનિટમાં અંતર કાપશે. ભારતને શરુઆતમાં ઈ5 સિરીઝની બુલેટ ટ્રેન આપવાની યોજના હતી, પરંતુ પ્રોજેક્ટમાં વિલંબને કારણે ઈ10 સિરીઝની બુલેટ ટ્રેન આપવાની રજૂઆત કરવામાં આવી છે. ઈ-10 સિરીઝની ડિઝાઈન જાપાનના પ્રસિદ્ધ સકુરા (ચેરી બ્લોસમ) ફૂલોથી પ્રેરિત છે અને ભૂકંપપ્રુફ છે. એટલે ભૂકંપ વખતે પણ ટ્રેન ઉથલી પડતી નથી. લેટરલ ડેમ્પર્સ એટલે ઝટકા ઓછા આપે છે, જ્યારે તેની સ્પીડ પણ કલાકના 320 કિલોમીટરની હશે. જોકે, એવું કહેવાય છે ઈ10 સિરીઝની બુલેટ ટ્રેન જાપાનમાં 2030માં ચાલુ થશે, જ્યારે અત્યારે તો હંગામી ધોરણે ઈ5 અને ઈથ્રી ટ્રેનનો ઉપયોગ કરાય છે.

Reporter: admin

Related Post