News Portal...

Breaking News :

ખાનગી હોસ્પિટલની બેદરકારીને કારણે ગર્ભવતી મહિલાનું મોત

2024-04-23 18:47:22
ખાનગી હોસ્પિટલની બેદરકારીને કારણે ગર્ભવતી મહિલાનું મોત

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ડીલીવરી માટે દાખલ મહિલાને હોસ્પિટલ ના સંચાલકો દ્વારા સારવાર ન મળી રહેતા આખરે તેનો અને બાળક નો જીવ ગયો હતો.અને સ્વજનોએ હોસ્પિટલ મા ભારે હગામો મચાવ્યો હતો જેના પગલે ગોરવા પોલીસે આવી ને મામલો સંભાળ્યો હતો. પરિવાર જનો એ આક્ષેપ કર્યા હતા કે દર્દી ને યોગ્ય સારવાર ન મળતા તેનું અને બાળક નું મોત થયું છે. પીએમ ના રિપોર્ટ ની હાલ રાહ જોવાઈ રહી છે જો તેમાં ડોકટરો ની બેદરકારી સામે આવશે તો જરૂરી થી હોસ્પીટલ સામે પગલાં ભરાશે.જોકે મૃતક ના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવતા આખરે ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં થી મૃતદેહ ને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

Reporter: News Plus

Related Post