ચોમાસામાં બીમારીના કેસ વધી જાય છે.પાણી ભરાઈ જવાથી મચ્છર વચ્ચે છે, કચરાના ઢગલાના કારણે કોલેરા, મેલેરિયા અને ટાઈફોડ જેવી બીમારીઓ વધે છે.
વાયરલ ઇન્ફેકશન ના કેસ વધે છે. શરદી ખાંસી,તાવના દર્દીઓ જોવા મળે છે. વરસાદના પાણી માં પલળવાથી શરદી-ખાંસી ના કેસ વઘી જાય છે, જેના માટે સાવચેતીના પગલાં ભરવા જોઈએ .દરેક વ્યક્તિએ બીમારીઓથી બચવા પોતે જાગૃત રેહવું જોઈએ. પોતાની આસપાસ ગંદકી ન ફેલાય એનું ધ્યાન રાખવું જોઈએ. પાણી ન ભરાય એ માટે પાણીનો નિકાલ કરવા માટે ની વ્યવસ્થા કરવી જોઈએ, જ્યાં ત્યાં કચરો ન ફેકતા કચરાને યોગ્ય કચરાપેટીમાં નાખવો જોઈએ જેથી આસપાસ ગંદકી ન ફેલાય.
પોતાના આસપાસનો વિસ્તાર સ્વછ રહે એ માટે નું પોતે ધ્યાન રાખવું જોઈએ. ડીડીટી પાવડરનો છંટકાવ કરાવવો જોઈએ જેથી બીમારીઓ ન આવે અને મચ્છરોનો નાશ થાય. ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ, પાણી ને ઉકાળી પીવું જોઈએ, બને તો ઘરનો સાત્વિક ખોરાક ખાવો જોઈએ બહારના નાસ્તા અને ફાસ્ટફૂડ ને અવોઇડ કરવું જોઈએ.આ બધી નાની નાની કાળજી રાખવાથી પરિવાર ને બીમારીઓ થી દૂર રાખી શકાય છે .
Reporter: admin