નવી દિલ્હી: આજથી પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઇ છે. રમઝાન મહિનો શરુ થતા દેશભરમાં ઉત્સાહ છે.
વિવિધ સમુદાયના લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપી રહ્યા છે. એવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીત દેશના દિગ્ગજ નેતાઓએ પણ દેશવાસીઓને રમઝાનની શુભેચ્છા પાઠવી છે.વડા પ્રધાન મોદીએ શિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. તે આપણા સમાજમાં શાંતિ અને સુમેળ લાવે તેવી પ્રાર્થના. આ મહિનો આત્મ-ચિંતન, કૃતજ્ઞતા અને સમર્પણનું પ્રતીક છે.
આ મહિનો આપણને કરુણા, દયા અને સેવાના મૂલ્યોની યાદ અપાવે છે, રમઝાન મુબારક.”લોકસભામાં વિપક્ષઅને નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રમઝાન મહિનાની શરૂઆત નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે X પર લખ્યું, “રમઝાન મુબારક! આ પવિત્ર મહિનો આપના જીવનને ખુશીઓથી ભરી દે અને હૃદયમાં શાંતિ લાવે.”કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યું, “રહમતો અને બરકતોના પવિત્ર રમઝાનના મહિનાની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ પવિત્ર મહિનો આપ સૌના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને શાંતિ લાવે.”
Reporter: admin







