વડોદરા : ભારતીય પોસ્ટલ ફેડરેશન અને ગ્રામીણ ડાક સેવાના કર્મચારીઓ દ્વારા કામકાજના સમય બાદ વિવિધ 41 માંગણીઓ અંગે ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
માંગણીયો નહીં સ્વીકારાય તો આગામી તા. 31મીએ પ્રતીક હડતાલની ચીમકી આપવામાં આવી છે. જેમાં મુખ્ય માંગણી આઠમા પગાર પંચની મંજૂરી આપવા બાબતની છે. તમામ કર્મીઓ દ્વારા ઓફિસના કામકાજ બાદ ધરણા કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. કામકાજના સમય દરમિયાન વધારાનું ટાર્ગેટ આપવામાં આવે છે. ઉપરાંત વધારાના સમય સુધી કામ કરવા છતાં પણ ઓવર ટાઈમ નહીં અપાતું હોવાની માંગણીઓ મુખ્ય છે.
Reporter: admin







