સાવલી તાલુકાના મોટી ભાડોલ ગામે યોજાયેલા સેવાસેતું કેમ્પમાં રાજ્ય સરકારની ૫૫ જેટલી યોજનાઓ લઇ તંત્ર પહોંચ્યું હતું.
આ કેમ્પમાં મેળલી તમામ ૧૧૪૩ અરજીઓનું સ્થળ ઉપર જ સકારત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સાવલીના મામલતદાર શ્રી પ્રકાશ પટેલે જણાવ્યું કે, મોટી ભાડોલ ગામે યોજાયેલા સેવાસેતું કેમ્પને સફળતા મળી છે. આ કેમ્પમાં ૧૧૪૩ જેટલી અરજીઓ મળી હતી અને તે તમામનો સકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો છે.
જેમાં મિલ્કત આકારણીના ઉતારાની ૨૨૧, હેલ્થ વેલનેસ કાર્ડની ૧૫૫, કિસાન સન્માન નિધિમાં કેવાયસીની ૯૭, જન્મમરણના પ્રમાણપત્રની ૭૯, રાશનકાર્ડ કેવાયસીની ૪૫, બસ કન્શેન પાસની ૨૫, રાશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૧૮, લગ્ન નોંધણી પ્રમાણપત્રની ૧૩, વરસાઇ અરજી ૧૧, રાશનકાર્ડમાં નામ સુધારા અને કમી કરવાની ૭ સહિતની અરજીઓ મળી હતી.
Reporter: admin