પોરબંદર : સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં ગઈકાલ સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર સુધીમાં 22 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.
પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે શહેરના અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. જેમાં રાણાવાવમાં નવ ઈંચ, કુતિયાણામાં છ ઈંચ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે શહેરના રોકડીયા હનુમાન પાસેના મફતીયાપરામાં લોકોના ઘરમાં પાણી ભરાવાની સાથે એક-એક માળ જેટલાં પાણી ભરાતાં લોકો ફસાયા હતા. તેવામાં ફાયર વિભાગે જાણ કરતાં 13 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષોને દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યાં હતા. પોરબંદરમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખતાં 1983 પછીનો અતિભારે વરસાદ નોંધાયો છે. જેમાં રાણાવાવમાં નવ ઈંચ, કુતિયાણામાં છ ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં અઢી ઈંચ, દ્વારકા અને કેશોદમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભારે વરસાદને પગલે પોરબંદર શહેર બેટમાં ફેરવાયું હોય તેવો માહોલ સર્જાયો છે.
બીજી તરફ, પૂર જેવી સ્થિતિમાં 13થી વધુ લોકો ફયાસા હોવાથી ફાયર વિભાગના ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદી માહોલ વચ્ચે 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.પોરબંદરના અનેક વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ભારે વરસાદના પ્રવાહમાં રિક્ષામાં બેઠેલા દંપતી તણાયા હોવાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ દ્વારા દંપતીનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો. શહેર કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે.જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
Reporter: admin